સુરતમાં ટોળાંએ મચાવ્યું તોફાન, પોલીસે ફાયરિંગ કરી ટિયરગેસના સેલ છોડ્યા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  


સુરતના ચોક બજારમાં વિસ્તારમાં એક રેલીમાં તોફાની ટોળાએ સિટી બસ અને પોલીસ પર પથ્થરમારો કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરતના ચોક બજાર વિસ્તારમાં આયોજીત એક રેલીમાં ટોળાંએ ધમાલ અને તોફાન મચાવતાં પોલીસને ટિયરગેસ છોડવાની ફરજ પડી હતી. એટલે પણ તોફાની ટોળું ન અટકતાં પોલીસે હવામાં ફાયરિંગ કર્યું હતું.

સુરતના ચોક બજાર વિસ્તારમાં દેશમાં મોબ લીચિંગની ઘટના વિરુધ્ધ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. રેલી ચોકબજારથી કલેક્ટર કચેરી તરફ જવાની હતી. આ એક મૌન રેલી હતી. પણ રેલી વિવેકાનંદ સર્કલે પહોંચતાં જ રેલીમાંથી તોફાની ટોળાંએ સિટી બસ પર પથ્થરમારો કર્યો હતો. અને પોલીસની ગાડીઓ પર પણ પથ્થરમાર્યો હતો.

મૌન રેલીએ અચાનક તોફાની સ્વરૂપ ધારણ કરી લેતાં પોલીસ પણ એકશનમાં આવી ગઈ હતી. તોફાની ટોળાંને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા હતા. પણ તેમ છતાં ટોળું કાબૂમાં ન આવતાં પોલીસે હવામાં ફાયરિંગ કર્યું હતું

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )