તાજપુરાના નારાયણધામ આશ્રમ ખાતે ગુરૂ પૂર્ણિમાના દિવસે વાહનોની અવર-જવરનું જાહેરનામું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પંચમહાલ જિલ્લાના તાજપુરા ગામે આવેલા નારાયણ ધામ આશ્રમ ખાતે ગુરૂ પૂર્ણિમાના દિવસે લાખો ભક્તો પોતાના અને અન્ય ખાનગી વાહનો મારફતે દર્શનાર્થે આવતા હોય છે. આગામી તા. ૧૬/૦૭/૨૦૧૯ના રોજ આવનારી ગુરૂપૂર્ણિમાના દિવસે આવનાર દર્શનાર્થીઓને મુશ્કેલી ન પડે અને ટ્રાફિક નિયમન ખોરવાઈ ન જાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મહેન્દ્ર એલ. નલવાયા (જી.એ.એસ.) દ્વારા ગુજરાત પોલિસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (૧) (ખ) અન્વયે મળેલા અધિકારની રૂએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામાં અનુસાર તા.૧૫/૦૭/૨૦૧૯ના રાત્રિના ૧૨.૦૦ કલાકથી તા.૧૬/૦૭/૨૦૧૯ના રાત્રિના ૧૨.૦૦ કલાક સુધી હાલોલ તાલુકાના વાસેતી ગામની ચોકડીથી તાજપુરા નારાયણધામ આશ્રમ સુધી તમામ પ્રકારના વાહનો માટે ફક્ત જવા માટે તેમજ તાજપુરા નારાયણધામ આશ્રમથી ઘોડી ગામ થઈ હાલોલ/વડોદરા તરફ તમામ પ્રકારના વાહનોને પરત જવા ગોપીપુરા ચોકડી સુધીના રસ્તાને એકતરફી રાખવા હુકમ કરવામાં આવ્યો છે. હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલિસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )