કોંગ્રેસને મોટો ફટકો, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે આપ્યું રાજીનામું, માનસિક ત્રાસનો આરોપ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  


ગુજરાતની રાજનીતિમાં ભારે ઉતાર ચઢાવ બાદ આખરે કોંગ્રેસના બાગી ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે રાજીનામું આપી દીધું છે. બન્ને નેતાઓએ વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે મારા માથેથી સૌથી મોટો બોજો ઉતર્યો છે. કોંગ્રેસમાં રાષ્ટ્રીય નેતૃત્વ નિષ્ફળ ગયું છે. જેના કારણે મેં અને ધવલસિંહે કોંગ્રેસના MLA પદેથી રાજીનામું આપ્યું છે. બીજી બાજુ અલ્પેશ ઠાકોરે ક્રોસ વોટિંગ કર્યું હોવાનું કબલ્યું હતું. અલ્પેશે ઘટસ્ફોટ કર્યો કે, હું જ્યારથી કોંગ્રેસમાં જોડાયો ત્યારથી માનસિક ત્રાસ ભોગવતો હતો.

અલ્પેશે વધુમાં જણાવ્યું હતું કે, ‘અમને કોંગ્રેસ અને રાહુલ ગાંધીની રાજનીતિ પર આશા હતી. પરંતુ અમારા માણસોનું કોઇ કામ નથી થયું તેથી રાજીનામું આપી દીધું છે.’ કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા ઘણા વર્ષોથી મારી સાથે અયોગ્ય વર્તન કરવામાં આવતું હતું. કોંગ્રેસ મને ખોટી રીતે બદનામ કરતી હોવાનો આક્ષેપ કરી જણાવ્યું કે, આજની રાજ્યસભાની ચૂંટણીમાં થયેલા મતદાનમાં મેં મારા અંતર આત્માના અવાજથી દેશના નેતૃત્વને મારો મત આપ્યો છે.

આજે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ હું માનસિક ત્રાસથી મુક્ત થયો છું અને આવનાર દિવસોમાં મારા સમાજ તેમજ ગરીબ વંચિતોના લાભ માટે યોગ્ય નિર્ણય કરીશ અને પ્રજા માટે કામ કરીશ.

ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપ્યાં બાદ તેમણે કહ્યું કે, ‘પ્રજાનું કામ કરવાની અને પ્રજા સાથે કામ કરવાની તમન્ના હતી. પરંતુ આવું ન થતાં કોંગ્રેસનાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.’

અલ્પેશ અને ધવલસિંહે કબલ્યું હતું કે, કોંગ્રેસના વ્હીપ બાદ પણ ભાજપને આપ્યો મત આપ્યા હતા. અલ્પેશ અને ધવલસિંહ કોંગ્રેસની નેતાગીરીથી નારાજ હતા. તો ભાજપના દંડક પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે, મત કોને આપ્યો તે ખબર ન પડી શકે.અલ્પેશ સાથે મારે કોઈ મુલાકાત થઈ નથી.

કોગ્રેસનાં ઓબ્ઝર્વર બ્રિજેસ મેરજાએ વાતની પુષ્ટી કરી છે કે કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું છે. જ્યારે ભરતજી ઠાકોર પણ ભાજપનાં સંપર્કમાં છે. તેઓ પણ રાજીનામું આપી શકે છે. કોંગ્રેસના બે ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રૉસ વૉટિંગ કર્યુ હોવાની વાત બહાર આવી છે.

ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે હાલ ચૂંટણી ચાલી રહી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીથી નારાજ બે ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રૉસ વૉટિંગ કર્યુ હતું. આ વાતની જાણ કોંગ્રેસ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કરી છે. બ્રિજેશ મેરજા મોરબીના ધારાસભ્ય છે અને રાજ્યસભાની ચૂંટણીમાં હાલ પૉલિંગ એજન્ટ બન્યા છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )