અમિત શાહે શરૂ કરી ‘પોલખોલ’ ઝૂંબેશ કાશ્મીરમાં શાળાના બાળકો પાસે પથ્થરબાજી કરાવનાર ૧૧ર ભાગલાવાદીઓના રર૦ સંતાનો વિદેશોમાં ભણે છે અથવા તો ત્યાં જઇ વસ્યા છે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

અમિત શાહે શરૂ કરી ‘પોલખોલ’ ઝૂંબેશ કાશ્મીરમાં શાળાના બાળકો પાસે પથ્થરબાજી કરાવનાર ૧૧ર ભાગલાવાદીઓના રર૦ સંતાનો વિદેશોમાં ભણે છે અથવા તો ત્યાં જઇ વસ્યા છે

અમિત શાહના નેતૃત્વવાળા ગૃહમંત્રાલયે કાશ્મીરીઓ સમક્ષ ભાગલાવાદીઓના અસલી ચહેરા બેનકાબ કરવાની યોજના બનાવી છે. કાશ્મીર ખીણમાં શાળાના બાળકો પાસે પથ્થરબાજી કરાવનાર, આતંકીઓના મોત બાદ શાળાઓ સળગાવનાર, હડતાલ પડાવનારા અને હિંસા આચરનારા ભાગલાવાદી નેતાઓ ખુદ પોતાના બળકોને વિદેશમાં ભણાવે છે. હુર્રિયત નેતાઓ સહિત ખીણના ૧૧ર ભાગલાવાદીઓ અને તેમની સાથે સહાનુભૂતિ દાખવનારના ઓછામાં ઓછા રર૦ બાળકો વિદેશોમાં અભ્યાસ કરે છે. ગૃહખાતુ આ લોકોની હકિકત લોકો સમક્ષ લાવવા માંગે છે. ભાગલાવાદીઓની ‘પોલખોલ’ ઝૂંબેશની યોજના અમિત શાહે ઘડી હતી. લોકોને જણાવવામાં આવી રહ્યું છે કે એકતરફ તેઓ શાળાના બાળકો પાસે પથ્થરબાજી કરાવે છે તો પોતાનાં સંતાનોને તેઓ વિદેશમાં અભ્યાસ કરાવે છે. હુર્રિયત નેતા મીરવાઇઝ ઉમર ફારૂકની બહેન રાબીયા ફારૂક ડોકટર છે અને અમેરિકામાં છે. બિલાલ લોનની પુત્રી – જમાઇ લંડનમાં છે. નાની પુત્રી ઓસ્ટ્રેલીયામાં છે. ગિલાનીનો પુત્ર પાકિસ્તાનમાં ભણે છે. ગુલામ મહેમદ બટનો પુત્ર સા. અરેબિયામાં છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )