રાહત / બૅન્કોમાં આજથી આ સેવાઓ થઈ સસ્તી, નહીં લાગે વધારાનો ચાર્જ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

બૅન્કોમાં આજથી આ સેવાઓ થઈ સસ્તી, નહીં લાગે વધારાનો ચાર્જ
ઑનલાઇન લેવડ-દેવડને પ્રોત્સાહન આપવા માટે ગ્રાહકોને આજથી મોટી રાહત મળશે. આજથી તમે કોઇ પણ ચાર્જ વગર RTGS અને NEFT કરી શકશો.

વાસ્તવમાં રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ નિર્ણય કર્યો છે કે, 1 જૂલાઇથી એટલે કે આજથી RTGS અને NEFT ટ્રાન્જેક્શન પર કોઇ પણ પ્રકારના ચાર્જિસ નહી લગાવવામાં આવે. આ માટે RBIએ બેંકોને RTGS અને NEFT પર લાગતા ચાર્જિસને હટાવવાનો આદેશ આપ્યો છે.

ગ્રાહકોને 1 જૂલાઇ એટલે કે આજથી RTGS અને NEFT ટ્રાન્જેક્શન પર કોઇ ચાર્જ નહી આપવો પડે. આ સિવાય RBIએ RTGSની મદદથી રૂપિયા મોકલવાનો સમય 1.30 વાગ્યાની જગ્યાએ સાંજે 6 વાગ્યા સુધીનો કરી દીધો છે.

દેશની સૌથી મોટી બેંક SBI NEFTની મદદથી થનાર લેવડેદેવડ માટે 1 થી 5 રૂપિયાની વચ્ચે અને RTGSની મદદથી થનારા ટ્રાન્જેક્શન માટે 5 થી 50 રૂપિયા વસૂલતી હતી. આજથી ગ્રાહકોને આ કોઇ ચાર્જ નહી આપવો પડે. જોકે અલગ-અલગ બેંક RTGS અને NEFT પર અલગ-અલગ ચાર્જ લે છે.

વાસ્તવમાં RTGSની મદદથી 2 લાખ અથવા તો તેના વધારેની રકમ તરત ટ્રાન્સફર કરી શકાય છે. આ ટ્રાન્સફર માટે બેંક કેટલોક ચાર્જ કરે છે. પરંતુ હવે આ ચાર્જ નહી લાગે. આ સાથે NEFTની મદદથી મની ટ્રાન્સફર કરવા પર પણ કોઇ ચાર્જ નહી લાગે.

શું છે RTGS:

રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)માં એક મોટી રકમની લેવડદેવડ કરવા માટે ઉપયોગમાં લેવાતી સિસ્ટમ છે અને તેના માધ્યમથી 2 લઆખ રૂપિયા કે તેનાથી વધારે મોટી રકમ ટ્રાન્સફર કરી શકાય છે. આ સિવિધાના ના પર જ જણાય છે કે તમે અહીં રૂપિયા ટ્રાન્સફર રિયલ ટાઇમ બેઝિસ પર કરી શકો છો. જોકે RTGS ત્યારે જ કરવામાં આવી શકે છે જ્યારે રૂપિયા મોકલનાર અને મેળવનારનું બંને એકાઉન્ટ RTGS ટ્રાન્સફર માટે ક્વૉલિફાઇડ બ્રાંચમાં હોવુ જોઇએ. અત્યાર સુધી RTGS દ્વારા કરવામાં આવતા ટ્રાન્સફરનો ચાર્જ NEFT કરતા વધારે હતો.

શું છે NEFT:

નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સ્ફર(NEFT) એક સુવિધાજનક ઓનલાઇન મની ટ્રાન્સફર કરી શકો છો. જેના ઉપયોગથી તમે કોઇ પણ એકાઉન્ડ હોલ્ડરને રૂપિયા મોકલાવી શકો છે. જે રકમ ડિફર્ડ બેઝિઝ પર રિસિવરના એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. એટલે કે રકમ મેળવનાર વ્યકિતના એકાઉન્ટમાં આ ફંડ ટ્રાન્સરફ કરવાનો સમય RBIની ગાઇડલાઇન અને સેટલમેન્ટ સ્લોટ અનુસાર થાય છે. આ ઑપ્શન અનુસાર ટ્રાન્સફર લીમીટ અલગ-અલગ બેંક મુજબ અલગ હોઇ શકે છે. સામાન્ય રીતે આ સેટલમેન્ટ સોમથી શુક્ર રજાના દિવસ છોડીને સવારે 8થી સાંજે 7 વચ્ચે થાય છે. જ્યારે શનિવારે સવારે 8થી બપોરે 1 વાગ્યા સુધી થાય છે. NEFT એવા લોકો માટે સુવિધાજનક છે જેઓ એક મોટી રકમ ટ્રાન્સફર કરવા માંગતા હોય

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )