11000 ફૂટની ઊંચાઇ પર કેદારનાથના પહાડ પર થયો ચમત્કાર!, લોકો અચંબામાં

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  


ઉત્તરાખંડમાં કેદારનાથના વન્યજીવ અભયારણ્યમાં 11000 ફૂટની ઊંચાઇ પર વાઘ જોવા મળ્યો છે. આ વન વિભાગ અને વાઘ પ્રેમીઓ બંને માટે સારા સમાચાર છે. મેદાની ક્ષેત્રના જંગલો માટે જાણીતો વાઘ કેદારનાથ વાઇલ્ડ લાઇફ સેંચુરીના કેમેરામાં કેદ થયો છે.

ઉત્તરાખંડમાં પહેલી વખત આટલી ઊંચાઇ પર વાઘની હાજરી પ્રમાણની સાથે મળી છે. વન વિભાગ હવે તેને સંરક્ષણની યોજના બનાવાની તૈયારીમાં છે. મળતી માહિતી પ્રમાણે ઉત્તર-પૂર્વ રાજ્ય સિક્કિમમાં અત્યાર સુધી આટલી ઊંચાઇમાં વાઘ જોવા મળ્યા છે. હવે સિક્કિમ બાદ ઉત્તરાખંડને આ ઉપલબ્ધિત પ્રાપ્ત થઇ છે.

કેદારનાથ વન વિભાગના અધિકારી અમિત કંવરે કહ્યું કે વાઘને કેદારનાથ વન્યજીવ અભયારણ્યના કેમેરામાં કેદ કરાયા છે. જ્યાં અત્યાર સુધી માત્ર ચિત્તા અને હિમ ચિત્તા જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું કે 11154 ફૂટની ઊંચાઇ પર વાઘ જોવા મળવો ચોંકાવનારી વાત છે કારણ કે આ મેદાની અને પહાડી વિસ્તારના જંગલોમાં જ જોવા મળે છે. આટલી ઊંચાઇ પર વાઘ જોવા મળતા એ પણ લાગે છે કે તે પોતાનો પ્રવાસ બદલી રહ્યો છે.

તો ઉત્તરાખંડમાં 11 હજાર ફૂટની ઊંચાઇ પર વાઘ જોવા મળવો એ કોઇ ચમત્કાર તો નથી ને એવી પણ ચર્ચા ચાલી રહી છે. કારણ કે તેઓ સામાન્ય રીતે ઓછી ઊંચાઇવાળા ક્ષેત્રોમાં રહેવાનું પસંદ કરે છે.

એક્સપર્ટનું કહેવું છે કે કેદારનાથમાં આટલી ઊંચાઇ પર વાઘ જોવા મળવો સામાન્ય વાત નથી. તેમનું માનવું છે કે વાઘોની જીવન શૈલીમાં ફેરફાર થઇ રહ્યો છે કારણ કે તેઓ સામાન્ય રીતે ઓછી ઊંચાઇવાળા ક્ષેત્રોમાં રહેવાનું પસંદ કરે છે.

આપને જણાવી દઇએ કે ઉત્તરાખંડમાં કેદારનાથ વાઇલ્ડલાઇફ સેંચુરી એક લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ છે. રૂદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લાનો હિસ્સો તેમાં આવે છે. આ જગ્યા ગુલદાર, કસ્તૂરી હરણ અને હિમાલય રીંછ મોટી સંખ્યામાં જોવા મળે છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )