મોદી સરકાર અને યોગી સરકારમાં ‘મતભેદ’!, કેન્દ્રીય મંત્રીએ સંસદમાં ઝાટકણી કાઢી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કેન્દ્રએ મંગળવારે કહ્યું કે, ઉત્તર પ્રદેશની બીજેપી સરકારે નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વગર, અન્ય પછાત વર્ગમાં સામેલ 17 જાતિઓને અનુસુચિતની લિસ્ટમાં સામેલ કરવી જોઈતી ન હતી. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોતે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન કહ્યું કે, આ ઉચિત નથી અને રાજ્ય સરકારને આવું કરવું જોઈતું ન હતું.

આ મામલે ગેહલોતે કહ્યું કે, કોઈપણ સમુદાયને એક વર્ગમાંથી હટાવી બીજા વર્ગમાં સામેલ કરવાનો અધિકાર ફક્ત સંસદને છે. તેઓએ કહ્યું કે, પહેલાં પણ આ પ્રકારના પ્રસ્તાવ સંસદને મોકલાયા છે, પણ સહમતિ બની શકી ન હતી. ગેહલોતે કહ્યું કે, રાજ્ય સરકારને પ્રક્રિયાનું પાલન કરવું જોઈતું હતું, નહીંતર આ પ્રકારનાં મામલા કોર્ટ સુધી પહોંચી શકે છે.

TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )