વાલીઓ આનંદો! રાજ્ય સરકારનું ‘ભણશે ગુજરાત’ બજેટ

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  

ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ દ્વારા વિધાનસભા ખાતે વર્ષ 2019-20નુ બજેટ રજૂ કરાયું છે. જેમાં ખાસ કરીને ખેડૂતો અને રોજગાર અને શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે 30,045 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છેકે, પ્રાથમિક શાળાઓમાં નવા 5 હજાર જેટલા વર્ગખંડો બાંધવામાં આવશે. જેનાથી દોઢ લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે મોટી સગવડ મળશે. આ માટે 454 કરોડ જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યનુાં ધોરણ-1 થી 8ના 83 લાખ બાળકોને તાજું અને પૌષ્ટિક ભૌજન આપવા માટે તથા દૂધ સંજીવની અને અન્ન ત્રિવેણી યોજનાઓ માટે કુલ 21015 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (1)
 • comment-avatar
  MUKESHKUMAR prajapati 3 months

  Very nice and quick faster news links

 • Disqus (0 )