મોદી સરકાર લાવશે સ્માર્ટ મીટરઃ જેટલું રિચાર્જ કરાવો, તેટલો મળશે વીજપુરવઠો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  


મોદી સરકાર નવા વીજ મીટરો લાવશે. આ પ્રિ-પેઈડ સ્માર્ટ મીટરોમાં ફોનની જેમ પહેલાથી રિચાર્જ કરાવી શકાશે. જેટલું રિચાર્જ થાય તેટલી વીજળી વાપચરી શકાશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીવાળી સરકારનો દેશભરમાં ૩૦ કરોડ જેટલા સ્માર્ટ મીટર લગાવવાનો પ્લાન છે. હકીકતમાં સરકાર વીજ ચોરી રોકવાના ઉદ્દેશ્યથી ત્રણ વર્ષમાં દેશના ઘરઘરમાં મીટર બદલવાની યોજના પર કામ કરી રહી છે.

આ મીટરની ખાસિયત એ હશે કે તેને પહેલા રિચાર્જ કરવા પડશે. આનાથી વીજળીની ચોરી બંધ થઈ જશે અને ઈમાનદાર લોકોને ર૪ કલાક વીજળી પણ નિશ્ચિતપણે મળી રહેશે.

આના માટે વીજળી મંત્રાલયે સ્માર્ટ મીટરના સપ્લાય માટે મેન્યુફેક્ચરર્સ સાથે ચર્ચા પણ શરૃ કરી દીધી છે. જેનાથી દેખરેખમાં સુધાર થશે. આ યોજના અનુસાર સરકાર મીટરની કોસ્ટ પર સબસિડી આપવાની યોજના પણ બનાવી રહી છે. શરૃઆતી અનુમાનો અનુસાર સરકાર સ્માર્ટ મીટર પર ર૦૦૦ રૃપિયા પ્રતિ પીસ કોસ્ટ આવશે.

આ પહેલા વર્ષ ર૦૧૭ માં આપવામાં આવેલા પ૦ લાખ મીટરના ઓર્ડર પર પ્રતિ પીસ ર,પ૦૩ રૃપિયા કોસ્ટ આવી હતી, જો કે આ વખતે મોટો ઓર્ડર હોવાના કારણે કોસ્ટમાં ઘટાડો થવાની શક્યતાઓ છે, જો કે વીજ મંત્રાલયે આ મામલે હજી કોઈ નિવેદન આપ્યું નથી.

વીજ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ તમામ મીટરને પ્રિ-પેડ કરી દેવાથી વીજ વિતરણ કંપનીઓનો ખર્ચ ઓછો થઈ જશે અને ડિસ્કોમ સરળતાથી ખોટમાંથી ઉભરી આવશે. અત્યારે દેશમાં ઘણાં રાજ્યોના ડિસ્કોપ ખૂબ ખોટમાં ચાલી રહ્યા છે. આ કારણે ડિસ્કોપ પાસે વીજળી ખરીદવા માટે નાણા હોતા નથી.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )