ગુજરાતના આ ગામમાં ‘સગીરો’ માટે મોબાઇલ ફોન વાપરવા પર પ્રતિબંધ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આજના દરેક માતા પિતા પરેશાન રહે છે કે એમનું બાળક રમવા નથી જતું અને આખો દિવસ મોબાઈલ લઈને જ પડ્યો રહે છે. જો તમને કોઈ કહે કે એક ગામ એવું પણ છે જ્યાં રહેતા યુવાનો મોબાઈલ ફોન નો ઉપયોગ નથી કરતા તો શું તમે વિશ્વાસ કરશો? પરતું, આ એક સત્ય હકીકત છે. આજના સમય માં બાળકો મોબાઈલ વગર પોતાના જીવન ની કલ્પના જ નથી કરી શકતા.

આજકાલ જો મોબાઈલ ડિસ્ચાર્જ પણ થઇ જાય તો પણ બાળકો બેચેન થઇ જાય છે અને જો ચાર્જીંગ કરવાનો મોકો પણ ન મળે તો ગુસ્સાથી એટલા બધા લાલ પીળા થઇ જાય છે કે વાત જ ના થાય.

મોબાઈલ વગર એનું જીવન મુશ્કિલ જ નહિ નામુમકીન લાગવા લાગે છે. આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ગામમાં યુવાનો મોબાઈલ નો ઉપયોગ કરતા નથી અને એમાં એમના વડીલો પણ સાથ આપી રહ્યા છે. આ નિર્ણય ગામના સરપંચે કરેલો છે કે ૧૮ વારથી નાના બાળકો ને મોબાઈલ નો ઉપયોગ ન કરવો. તો ચાલો જાણી લઈએ એ ગામ વિશે વિસ્તારમાં..

ગુજરાત ના મહેસાણા લીંચ ગામે ૧૮ વર્ષ થી ઓછી ઉંમર ના યુવાનો પર મોબાઈલ નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. આ નિર્ણય ગામના સરપંચ નો છે અને બાળકો થી લઈને એના વાલી વડીલો સુધી દરેક લોકો આ નિર્ણય ના વખાણ કરી રહ્યા છે.

લીંચ ગામના સરપંચ અંજનાબેન પટેલનું કહેવું છે કે ગામમાં ઘણી એવી ઘટના ઓ થઇ છે જેનું કારણ મોબાઈલ હતું. પછી પંચાયત નું આયોજન કરવામાં આવ્યું અને દરેક લોકો એ મળીને આ નિર્ણય કર્યો કે ૧૮ વર્ષ થી ઓછી ઉંમર ના બાળકો મોબાઈલ નો ઉપયોગ નહિ કરી શકે. સાથે જ આ નિયમ ગામ ના દરેક બાળકો પર લાગુ પડે છે અને આ નિર્ણય ને પૂર્ણ કરવામાં બાળકોના વાલીઓ પણ મદદ કરશે.

ગામના બાળકો નું કહેવું છે કે શરૂઆત માં થોડા દિવસો સુધી એને મોબાઈલ વગર એને સારું લાગતું ન હતું. એને પરેશાન મહેસુસ થઇ, પરતું હવે બધું યોગ્ય છે. અમારી જીંદગી મોબાઈલ વિના વધારે ખુબસુરત થઇ ગઈ છે અને જીવન એકદમ સરળ થઇ ગયું છે. પહેલા મોબાઈલ પર દરરોજ ના ઘણા કલાકો બરબાદ થઇ જતા હતા, પરતું હવે આમારું ધ્યાન અભ્યાસ માં પૂરી રીતે લાગવા લાગ્યું છે.

ફ્રી સમય માં હવે અમે એક બીજા ને મળીએ છીએ અને રમત પણ રમીએ છીએ. પહેલા હંમેશા દરેક ની સાથે મોબાઈલ રહેતા હતા અને એમાં જ બધા પડ્યા રહેતા હતા. સરપંચ નો આ નિર્ણય અત્યારે બીજા ગામના લોકો માટે પણ પ્રેરણા રૂપ બની ગયું છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )