કોનામાં કેટલો છે દમઃથોડી વારમાં એકબીજાને ધૂળ ચટાડવા મેદાનમાં ઉતરશે દુનિયાની નં. 1 અને 2 ટીમ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આઈસીસી વિશ્વ કપમાં આજે એઝબેસ્ટન ગાર્ડનમાં ભારતનો સામનો યજમાન ઈંગ્લેન્ડ સામે થશે. ભારત સેમિફાઈનલમાં જવા માટે ફક્ત 1 પોઈન્ટ દૂર છે. તો ઈંગ્લેન્ડ માટે સેમિફાઈનલમાં જવા આજની મેચ જીતવી જરૂરી છે. આઈસીસીની વન-ડે રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા નંબર 1, તો ઈંગ્લેન્ડ નંબર 2 પર છે. વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ નંબર 1 ટીમ તરીકે ઉતરી હતી. પણ બે મેચો હારી ગયા બાદ અને ભારત અજેય રહેતાં પોઝિશન ચેન્જ થઈ ગઈ હતી. અને ભારત નંબર 1 પર આવી ગયું હતું.

ટીમ ઈન્ડિયામાં નંબર 4 પર વિજય શંકરને મોકો મળ્યો છે. પણ તે આ મોકાનો પૂરેપૂરો ઉપયોગ કરી શક્યો નથી. શંકરની નિષ્ફળતા ટીમ મેનેજમેન્ટ માટે એક ચિંતાનો વિષય છે. તેવામાં ઈંગ્લેન્ડની સામે દિનેશ કાર્તિક કે ઋષભ પંતને ચાન્સ મળી શકે છે. તો ધોનીની બેટિંગ આક્રમતા પણ આ વર્લ્ડ કપમાં ઓછી જોવા મળી રહી છે. ધોની રન તો બનાવી રહ્યો છે, પણ તેના આક્રમક અંદાજની જેમ નહી. કેદાર જાધવ પણ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. હાર્દિક પંડ્યામાં પણ આક્રમકતાની કમી જોવા મળી રહી છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )