કમલનાથ આકરા પાણીએ કહ્યું ભાજપ અમારી પર દયા ના કરે ,હિંમત હોય તો સરકાર પાડીને બતાવે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કમલનાથ આકરા પાણીએ કહ્યું ભાજપ અમારી પર દયા ના કરે ,હિંમત હોય તો સરકાર પાડીને બતાવે અમે વિધાનસભામાં બહુમતિ સાબિત કરી દીધી છે.

:સ્પીકરની ચૂંટણી ભાજપ હાર્યું છે મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથ આકરા પાણીએ થયા છે અને મધ્ય પ્રદેશ ભાજપને પડકાર ફેંક્યો છે કમલનાથે કહ્યું કે ભાજપ નેતાઓમાં હિંમત હોય તે સરકાર પાડીને બતાવે. ભાજપ નેતાઓ વારંવાર સરકાર પાડવાનાં નિવેદન આપે છે, તો કમલનાથ બોલ્યા કે અમરી પર દયા ન કરો અને સરકાર પાડને બતાવો એક કાર્યક્રમમાં સીએમ કમલનાથને સવાલ કરવામાં આવ્યો કે,ભાજપનાં ઘણાં નેતાઓ કહે છે કે તે સરકાર પાડી દેશે. ત્યારે કમલનાથ બોલ્યા કે અમે વિધાનસભામાં બહુમતિ સાબિત કરી દીધી છે. વિધાનસભા સ્પીકરની ચૂંટણી થઇ ત્યારે ભાજપે પણ પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો હતો. ત્યારે શું પરિણામ આવ્યું. ભાજપ હારી ગઇ. ત્યારબાદ ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી થઇ, તેમાં પણ ભાજપ હારી ગયું. સીએમ કમલનાથે જણાંવ્યું કે, ભાજપ પોતાનાં કાર્યકરોનુ મનોબળ મજબૂત રાખવા માટે આવા નિવેદન કરે છે. તમે બયાનબાજી કેમ કરો છો, હિંમત હોયતો સરકાર પાડીને બતાવો.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )