મન કી બાત: PM મોદીએ જળ સંકટને ખત્મ કરવા માટે કરી ત્રણ ભલામણ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા કાર્યકાળમાં પોતાની પહેલી મન કી બાત કાર્યક્રમમાં જળ સંરક્ષણ પર ખાસ જોર આપ્યું. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં એક મોટો હિસ્સો દર વર્ષે જળ સંકટમાંથી પસાર થાય છે, તેનાથી બચવા માટે જળ સંરક્ષણની જરૂર છે. પીએમ મોદીએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમે જનશક્તિ અને સહયોગથી આ સંકટનું સમાધન કરી લઇશું. નવું જળશક્તિ મંત્રાલય બનાવ્યું છે. તેનાથી કોઇ પણ સંકટ માટે તાત્કાલિક નિર્ણય લઇ શકાશે. આ મહિનાની 22મી તારીખના રોજ હજારો પંચાયતોમાં તમામ લોકોએ જળ સંરક્ષણનું સંકલ્પ લીધો.

આ દરમ્યાન પીએમ મોદીએ ઝારખંડના હજારી બાગના એક સરપંચનો સંદેશ પણ સંભળાવ્યો. સરપંચે કહ્યું કે મને વિશ્વાસ નહોતો કે પાણીના સંરક્ષણ માટે પીએમે મને પત્ર લખ્યો. પીએમ મોદીએ કહ્યું કે બિરસા મુંડાની ધરતી, જ્યાં કુદરત સાથે તાલમેલ બેસડવો સંસ્કૃતિનો હિસ્સો છે ત્યાં હવે જાગૃતતા શરૂ થઇ છે. મારી તરફથી તમામ સરપંચોને ખૂબ-ખૂબ શુભકામનાઓ.

પીએમ મોદીએ કહ્યું કે સ્વચ્છતા આંદોલનની જેમ જ લોકો હવે ગામડામાં જળમંદિર બનાવાની હોડમાં લાગ્યા છે. આ દરમ્યાન પીએમ મોદીએ પંજાબ, રાજસ્થાન, તેલંગાણા, તામિલનાડુ, અને ઉત્તરાખંડમાં જળ સંરક્ષણના ઉપાયોની પણ ચર્ચા કરી.

જળ સંરક્ષણ માટે કર્યા ત્રણ અનુરોધ
આ દરમ્યાન પીએમ મોદીએ જળ સંરક્ષણને લઇ નાગરિકોને ત્રણ અનુરોધ પણ કર્યા. પહેલાં સ્વચ્છતાની જેમ જ જળ સંરક્ષણને જનાંદોલનનું સ્વરૂપ આપો. બીજું એવા પ્રયોગોનો અભ્યાસ કરો જ્યાં જળસંરક્ષણનો પ્રયાસ કરો. ત્રીજું જળ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારાઓની માહિતીને શેર કરો. પીએમ મોદીએ જનશક્તિ ફોર જળશક્તિ હેશટેગ ચલાવાની પણ અપીલ કરી.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )