વડોદરાના અલકાપુરી વિસ્તારમાં પોદાર જમ્બો કિડ્સ પ્લે સેન્ટર બંધ કરી દેવાતા વાલીઓનો ઊહાપોહ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં બરોડા પ્રોડક્ટિવિટી કાઉન્સિલ રોડ પર આવેલા પોદરા જમ્બો કિડ્સ નામના પ્લે સેન્ટરને સંચાલકોએ તાળા મારી દેતા વાલીઓએ રોષે ભરાઈને હોબાળો મચાવ્યો હતો.

વાલીઓનો આક્ષેપ હતો કે, અમને કોઈ જાણ કર્યા વગર જ પ્લે સેન્ટરને બંધ કરી દેવામાં આવ્યુ છે અને આ પ્લે સેન્ટરને વાસણા રોડ પરના પ્લે સેન્ટર સાથે ભેળવી દેવામાં આવ્યુ છે.અહીંયા જે બાળકો આવે છે તેમાંથી મોટાભાગના આસપાસના વિસ્તારમાં રહે છે અને તેના કારણે જ આ પ્લે સેન્ટર વાલીઓએ પસંદ કર્યુ હતુ.હવે સંચાલકો જે પ્લે સેન્ટરમાં બાળકોને શિફ્ટ કરવાની વાત કરે છે તે પાંચ થી છ કિલોમીટર દુર છે અને ત્યાં બાળકોને મોકલવા હોય તો રીક્ષા કે વાન વગર શક્ય નથી.

વાલીઓનુ કહેવુ હતુ કે, અમને અગાઉથી પ્લે સેન્ટર બંધ કરવા અંગે કોઈ જાણકારી અપાઈ નહોતી.અમે પહેલા ક્વાર્ટરની ફી પણ ભરી દીધી છે.ફી લેતી વખતે પણ સંચાલકોએ અમને કશું કહ્યુ નહોતુ.હવે તેઓ જે વાલીઓને બીજી બ્રાન્ચમાં પ્રવેશ ના લેવો હોય તેમને ફી પાછી આપવાની વાત કરે છે પણ હજી સુધી કોઈને ફી પાછી આપી નથી.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )