શિવરાજપુર પાસે રિસોર્ટના માલિકે નદીમાં ગેરકાયદે પુલ બનાવવાનું શરૂ કર્યું, તંત્રએ કામગીરી અટકાવી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

હાલોલ તાલુકાના શિવરાજપુર પાસે રિસોર્ટના માલિક દ્વારા નદી પર બનાવવામાં આવી રહેલા પુલની કામગીરી તંત્રે અટકાવી દીધી છે. અને રિસોર્ટ માલિક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પરવાનગી મેળવ્યા વીના ગેરકાયદેસર બાંધકામ થતું હતું
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુર પાસે રિસોર્ટના સંચાલકો દ્વારા નદીના કોતરમાં ગેરકાયદે પુલ બનાવવામાં આવી રહ્યો હતો. આ કામગીરીને લઇને શિવરાજપુરના વેપારીએને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ત્યારબાદ વેપારીએ નદીમાં બની રહેલા પુલની પરવાનગી મેળવ્યા વીના ગેરકાયદેસર બાંધકામ કરાતું હોવાથી કાયદેસરના પગલાં ભરીને કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ જિલ્લા કલેક્ટર, ટીડીઓ, પ્રાંત મામલતદાર અને શિવરાજપુર પંચાયતમાં આપી હતી. એક માસ અગાઉ હાલોલ ટીડીઓ અને તલાટી દ્વારા સ્થળ મુલાકાત લીધી હતી.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )