વડોદરા ના પૂ.માર્ગીય સ્મિત સ્વામીજીની પ્રેરણા અને ઉપસ્થિતિમાં 3000 થી વધુ ગરીબ અનાથ અને આદિવાસી બાળકો ને કપડાં તથા શૈક્ષણિક કિટોંનું વિતરણ કરાયું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વડોદરા ના પૂ.માર્ગીય સ્મિત સ્વામીજીની પ્રેરણા અને ઉપસ્થિતિમાં 3000 થી વધુ ગરીબ અનાથ અને આદિવાસી બાળકો ને કપડાં તથા શૈક્ષણિક કિટોંનું વિતરણ કરાયું.
વડોદરા ના દાતાઓ સત્યનારાયણ બંસલ,કૈલાશભાઈ દ્વારા છેલ્લા એક મહિનાથી તનતોડ મહેનત કરીને આયોજન,ફંડ ભેગું કરવું,ખરીદી કરવી અને દાતાઓ નો સંપર્ક કરીને ફંડ ભેગું કરીને આયોજનબદ્ધ યોગ્ય જ્ગ્યા પીઆર વિતરણ કરવાનો શ્રેય માત્ર ને માત્ર ઉપરોક્ત વ્યક્તિઓને જ જાય છે.બાબુભાઇ બંસલ,દિનેશભાઇ,અને બિપિનભાઈ ની ઉપસ્થિતિ અને આ સૌના રાધેશ્યામભાઈ અગ્રવાલ ની પ્રેરણા ના કારણે આ ત્રણ હજાર જેટલા ગરીબ બાળકો ને કપડાં આપવાનું સંભવ બન્યું હતું.

ગામડાઓ માં અનિયમિત ભોજન,અપૂરતી સગવડો અને પહાડી રસ્તાઓ જેવી અનેક અગવડોની વચ્ચે આ ગરીબ બાળકો ને આ વસ્ત્રો માલ્યાનો અનોખો આનંદ બાળકોના મુખ પર છલકાતો હતો.હમેશા ગરીબ,આદિવાસી,અને અનાથ બાળકોની સતત ચિંતા કરનાર દાતાઓના ધન્યવાદ આપવાજ ઘટે.
ભીલ સેવા મંડળ દાહોદની આશ્રમ શાળા ના મુકેશ ગુરુ સાથે રહી ને સતત માર્ગદર્શન આપીને વાતાવરણ સાનુકૂળ બનાવ્યું હતું.
ઠક્કર બાપા નું આશ્રમશાળા નું સપનું ક્રમશ સફળથઈ રહ્યા હોવાનું હાલમાં દેખાઈ રહ્યું છે.ગરીબ બાળકો ના ભવિષ્ય ની ઉજ્જવલ દિશા સ્વાભિમાને રૂપે આવતી કાલ ના ભારત ના મંડાણ છે. ગરીબ અનાથ અને આદિવાસી બાળકોને હમેશા માટે મદદરૂપ થવાની ભાવના ની જ્યોત જ્લાવનાર પૂ.માર્ગીય સ્મિત સ્વામિ તથા બંસલ પરિવાર,અગ્રવાલ પરિવાર નો સૌ આશ્રમશાળા ના ટ્રસ્ટીઓ,શિક્ષકો,વાલીઓ તથા ગ્રામજનો એ આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં આવી મદદ મળતી રહે તે માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )