છોટાઉદેપુર નગરમાં ચોથા (4) વર્ષે ભવ્યાતિભવ્ય રથયાત્રાની આયોજન ની તૈયારીઓ ચાલુ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

અજય જાની દ્વારા…………

છોટાઉદેપુર નગરમાં અષાઢી બીજે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ રથયાત્રા નીકળશે જેમાં ભગવાનનો રથ ખેચશે એટલે કે રથયાત્રા ના દર્શન કરશે તેનો જીવન નો રથ પ્રભુ જગન્નાથ હંકારસે એવા શ્રદ્ધા પૂર્ણ ભાવ સાથે ઉજવાતો ઉત્સવ એટલે રથયાત્રા પર્વ છોટાઉદેપુર નગરમાં પણ સતત ચોથા વર્ષે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં અને તેની તૈયયારીઓ ચાલી રહી છે. રથયાત્રા નગર તેમજ આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં રથયાત્રા માં જોડાય છે. બપોરે 1.00 વાગે નીકળેલી રથયાત્રા માં મિહલાઓ, પુરુષો, વૃદ્ધો, સહિત નાના ભૂલકાઓ આનંદભેર આ રથયાત્રા જોડાય છે. એ શહેરના માર્ગો પર તેમજ અનેક વિસ્તારોમાં રથયાત્રા નીકળતા જય જગન્નાથ ના નાદ થી નગર ગુંજી ઉઠે છે. ભજન મંડળી, બેન્ડબાજા, ના તાલે ભક્તો ભગવાન જગન્નાથજી ની ભક્તિમાં મગ્ન થી જાય છે. આ રથયાત્રા પોલીસ નો આપતો બન્દોબસ્ત વચ્ચે નીકળે છે. તેમજ તબીબો સહિત એમ્બ્યુલન્સ પણ પુરી પાડવામાં આવે છે. આ રથયાત્રા ની સંપૂર્ણ તૈયારી રણછોડરાય ભક્ત મંડળ દવારા કરવામાં આવે છે.
છોટાઉદેપુર નગરમાં લાયબ્રેરી રોડ પર આવેલ રણછોડરાય મંદિર થી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નું પ્રસ્થાન પરંપરા મુજબ સૌ પ્રથમ ચાંદીના ઝાડુ વડે અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં સાફ સફાઈ કરી રથને પ્રસ્થાન કરવામાં આવે છે. આ રથયાત્રા રણછોડરાય મંદિરે થી નીકળી બજાર, કાલિકા માતા મંદિર, ભવાની શોપિંગ સેન્ટર, થી પાવર હાઉસ ચાર રસ્તા, સ્ટેટ બેંક, કલબ રોડ, નવાપુરા, બજારમાં વિસામો લીધા બાદ ત્યાંથી પુનઃ શરૂ થઇ પાછી પરત રણછોડરાય મંદિરે પછી આવે છે. અને મંદિરે પરત ફરેલ રથયાત્રા ની મહા આરતી કરી નગરના સૌ ભક્તો સાથે મળી મહા પ્રસાદી લઈ રાત્રે પોત પોતાના ઘરે પરત ફરે છે.
નગરના વિવિધ માર્ગો પર રથયાત્રાના ના રૂટ પર વિવિધ સમાજો તથા ધાર્મિક સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવે છે. અને છાશ, ઠંડાપીણા, પાણી, નાસ્તા જેવી પ્રસાદ સામગ્રી પણ પીરસાઈ છે. આ રથયાત્રા માં બેન્ડ, ભજન મંડળી, આદિવાસી નૃત્ય મંડળી, તેમજ આદિવાસી લોક નૃત્ય વિષેશ ધ્યાન ખેંચી લે છે. રથયાત્રા દરમ્યાન ફણગાવેલ મગ, જાબું વિગેરે પ્રસાદ રૂપે ભગવાન ના વ્હાલા ભક્તો ને આપવામાં આવે છે. ભગવાન જગન્નાથની રથયાત્રા છોટાઉદેપુર માં ચોથી વાર નીકળશે તેની તૈય્યારી રણછોડરાય ભક્ત મંડળ દ્વારા કરી દેવામાં આવી છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )