સંખેડા અને નસવાડી તાલુકાની સરહદે આવેલા કલેડીયા ગામે વિકાસના કામોના મુદ્દા ને લઈ આદિવાસીઓ એ કર્યો ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત સભ્ય નો ઘેરાવો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સંખેડા અને નસવાડી તાલુકાની સરહદે આવેલા કલેડીયા ગામે વિકાસના કામોના મુદ્દા ને લઈ આદિવાસી ઓ એ કર્યો ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત સભ્ય નો ઘેરાવ ગામજનો એ વિકાસના કામમાં ચાલતી વ્હાલા દવલાની રીતિ નો કર્યો આક્ષેપ
છોટાઉદેપુર જિલ્લા ના સઁખેડા તાલુકાના કલેડીયા ગામ નસવાડી થી ફક્ત બે કિલોમીટર દૂર આવેલું છે આ ગામમાં અંદાજે ત્રણ હજાર થી વધુ છે આ ગામમાં વેપાર ની દ્રષ્ટિ એ પાંચ થી વધુ કપાસ ની જિનિંગ છે ગામમાં આદિવાસી ફળીયામાઁ વિકાસના કામોમાં તલાટી તેમજ સરપંચ તરફથી ભોળા આદિવાસી ઓ ના વિસ્તારમાં વાલા દવલા ની નીતિ અપનાવીને વિકાસના કે પીવાના પાણી ના વિકાસના કોઈ કામ કરવામાં આવતા નથી ફક્ત માલેતુજારોના વિસ્તારમાઁ જ વિકાસના કામો કરવામાં આવતા હોવાથી આજે આદિવાસી પ્રજાની ધીરજ ખૂટી હતી અને આ ભોળી આદિવાસી પ્રજા ને જાણ થઇ કે ગ્રામ પંચાયત ઑફિસે ચૂંટાયેલા જિલ્લા પંચાયત ના સભ્ય ચૂંટાઈ ને ગયા પછી પ્રથમ વખત આવ્યાની જાણ થતા આદિવાસી પ્રજા ગામ પંચાયત પહોંચી જતા જિલ્લા પંચાયત સભ્ય અને તલાટી એકદમ ડઘાઈ જતા આદિવાસી પ્રજાએ જિલ્લા પંચાયત સદસ્ય સામે તેમના આદિવાસી વિસ્તારમાં કોઈ પણ વિકાસ ના કામો થતા નથી તેવી ધારદાર રજુઆત કરી ગામ પંચાયત અને જિલ્લા પંચાયત સદસ્ય નો ઘેરાવ કર્યો હતો

તલાટી ને પૂછતા તલાટી એ જણાવ્યું હતું કે હવે ગ્રાન્ટ આવશે તો આ આદિવાસી વિસ્તારમાં વિકાસના કામને પ્રાધાન્ય આપવામાં આવશે તેવું આશ્વાશન આપતા મામલો થાળે પડ્યો હતો હવે એ જોવું રહ્યું કે આગામી સમયમાં આ આદિવાસી વિસ્તારમાં વિકાસના કામો થાય છે કે પછી વિકાસની વાતો કાગળ પર જ રહેશે

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )