ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળનો ગંભીર છબરડો : 34 પાન નું આખું પ્રકરણ ગાયબ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળે આ વર્ષે ધોરણ ૧૨ સાયન્સના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે બહાર પાડેલાં ફીજીક્સના પુસ્તકમાંથી આશરે ૩૪ પાનાનું એક આખું જ પ્રકરણ જ ગાયબ કરી દીધું છે.

ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓના પુસ્તકમાં ચેપ્ટર નંબર ૧૫ કમ્યુનિકેશન સિસ્ટમ આપ્યુ જ નથી. પાઠયપુસ્તક મંડળના આ છેલ્લા તબક્કાના ગંભીર પ્રકારના છબરડાને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપરાંત શિક્ષકો અવઢવમા મૂકાયા છે.
રાજ્ય પાઠયપુસ્તક મંડળે ધોરણ ૧૨ સાયન્સમાં આ વર્ષથી NCERT બેઈઝડ નવા પાઠયપુસ્તકો અમલી બનાવ્યાં છે. જેના ભાગરૂપે ફીજીક્સનુ પુસ્તક પણ બદલાયું છે. પરંતુ શાળા પાઠયપુસ્તક મંડળે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટેના પુસ્તકમાં ગંભીર છરબડો વાળ્યો હોવાનું શિક્ષણ આલમમાંથી જાણવા મળી રહ્યું છે.

છે.

ગુજરાતી માધ્યમના પુસ્તકમાંથી એક આખું પંદર નંબરનુ કમ્યુનિકેશન સિસ્ટમ નામનુ પ્રકરણ જ ગાયબ કરી દેવાયું છે. તે છપાયું જ નથી. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને પંદર નંબરના પ્રકરણ વિનાના જ પુસ્તકો અપાયા છે. આખા પુસ્તકમાં કમ્યુનિકશન સિસ્ટમ નામનુ પ્રકરણ ક્યાંય છે જ નહી. આથી જ અંગ્રેજી માધ્યમના પુસ્તકના બંન્ને ભાગના કુલ પાના ૫૫૮ થાય છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )