કડધરા ખાતે આવેલ ડભોઇ જુથ પાણી પુરવઠા યોજનાનું નિરક્ષણ કરતા પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગુણવત્તાયુક્ત અને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવાની આપી અધિકારીઓને સૂચના – અધિકારીઓએ ત્રણ મહિનામાં યોજનાનું કામ પૂરું કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યોડભોઇ જુથ પાણી પુરવઠા યોજનાના પ્રથમ તબક્કમાં 74 ગામો અને 10 વસાહતોને મળશે લાભ

વડોદરા તા. 21/06/2019, શુક્રવાર ડભોઇ તાલુકા માટે આશીર્વાદ સમાન યોજના એવી ડભોઇ જુથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ લીધી હતી. તેઓએ યોજનાનું નિરક્ષણ કરતા ગુણવત્તાયુક્ત અને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવાની સૂચના અધિકારીઓને આપી હતી. સાથે જ મંત્રી શ્રીએ પાણી પ્રશ્ન બાબતે સંવેદના દાખવતા ઓચિંતી વાયદપુરા ગામની મુલાકાત લીધી હતી. અને ગ્રામજનો સાથે પીવાના પાણી બાબતે ચર્ચા કરી હતી. ઉપરાંત પીવાના પાણી બાબતે સરકીટ હાઉસ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો નિર્ધાર છે તે મુજબ 2022 પહેલાં દરેક ગામને ઓછામાં ઓછુ એકાંતરા પાણી રહે તે મુજબનું આયોજન કરીને આગળ વધવાનું છે. વધુમાં ઉમેર્યું કે, ડભોઈ જુથ પાણી પુરવઠા યોજનાનો ૭૪ ગામ અને ૧૦ વસાહતોને લાભ મળશે. આમ તેમના પાણીના પ્રશ્નનો કાયમી માટે હલ થશે.
વધુમાં તેમણે અધિકારીઓશ્રીને પૃચ્છા કરતા કહ્યુ કે, પૂર્વ પટ્ટીના વિસ્તારમાં પાણી પુરવઠા સંબંધિત કોઇ યોજના ન બની હોય અથવા કોઈ કારણોસર યોજના અટકેલી પડી હોય તો અમારા ધ્યાને મુકવી. તેમજ અધિકારીઓશ્રીઓએ પણ ડભોઇ જુથ પાણી પુરવઠા યોજનાનું કામ ત્રણ મહિનામાં કામ પૂર્ણ કરવાની ખાત્રી આપી હતી.
મહત્વનું છે કે, ડભોઇ પાણી પુરવઠા યોજના પાર્ટ-૧ અને પાર્ટ-૨માં બની રહી છે. પાર્ટ-૧માં ૧૨૪ કરોડના ખર્ચે યોજના બની રહી છે. પાર્ટ-૨ ૭૧.૮૬ કરોડના ખર્ચે બની રહી છે. હાલ બન્ને યોજનાનું ૮૪ ટકા જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યુ છે. યોજનાના બીજા તબક્કામાં ડભોઈ તાલુકાના ૪૪ ગામોને પણ આવરી લેવામાં આવશે. આમ સમગ્ર યોજના પૂર્ણ થયે ડભોઇ તાલુકાનો પાણીનો પશ્ન કાયમી માટે હલ થશે.
મંત્રી શ્રી સાથેની પ્રવાસમાં અને સરકીટ ખાતેની બેઠકમાં અધિક્ષક ઇજનેર શ્રી એ. જી. વનરા, ચીફ એન્જીનિયર શ્રી વી. વી. પટેલ, કાર્યપાલક ઇજનેર શ્રી તેજસ પરમાર સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ અને ડેપ્યુટી એન્જીનિયરશ્રીઓ હાજર રહ્યા હતા.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )