અમરેલી જિલ્લા માં પણ પ્રધાનમંત્રીશ્રી ની આજ પ્રજાવત્સલ અને આફત ને અવસર માં બદલવાની રણનીતિ નાં પંથે ચાલતા ડો. કાનાબાર સાહેબ અને પી પી સોજીત્રા સાહેબ, ખેડૂતો માટે એક અનોખી અને અભૂતપૂર્વ યોજના ..

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

હમણાં એક ટીવી ઈન્ટરવ્યુ માં આપણા કેન્દ્રિય રેલ્વે મંત્રી શ્રી પિયુષ ગોયલે .. આપણા પ્રધાનમંત્રી શ્રી મોદીસાહેબ નો એક સરસ અનુભવ જણાવેલ…

કોરોના વાઇરસ હજુ ચીન માં જ ફેલાયેલો અને આપણા દેશ માં હજુ એ મહામારી ના પડઘમ બી નહોતા ત્યારે ..વેહલી સવારે પ્રધાનમંત્રી જી એ કોલ કરીને પૂછ્યું કે..

” પિયુશભાઈ તમારા રેલ્વે નાં કોચ.. ને કોરોના દર્દી નાં વોર્ડ તરીકે ઉપયોગ કરવાની જરૂર પડે તો કેટલા ટાઈમ માં થઇ શકે ?”

મંત્રીજી તો આવા અચાનક સવાલ થી વિચાર માં પડી ગયા… પછી ખબર પડી..આ તો.. આપણા પ્રધાનમંત્રી ની આફત આવે એ પેહલા જ એને ટક્કર આપવાની દૂરંદેશી રણનીતિ અને દેશવાસીઓ નાં સ્વાસ્થ્ય પ્રત્યેની એમની ચિંતા છે..

અમરેલી જિલ્લા માં પણ પ્રધાનમંત્રીશ્રી ની આજ પ્રજાવત્સલ અને આફત ને અવસર માં બદલવાની રણનીતિ નાં પંથે ચાલતા ડો. કાનાબાર સાહેબ અને પી પી સોજીત્રા સાહેબ, ખેડૂતો માટે એક અનોખી અને અભૂતપૂર્વ યોજના ..કોઈ સરકારી સહાય વગર લાવ્યા છે….

આપણો જિલ્લો ખેતી ઉપર આધારિત છે… હાલ નાં મહામારી નાં સમય માં….તમામ વર્ગો…મુશ્કેલી માં હોય ત્યારે…ખેડૂત પણ એમાંથી બાકાત નથી…અને હમણાં જ .. એમને ધિરાણ ચૂકવવાનો સમય આવશે. આ વખતે સરકાર દ્વારા પણ આ ધિરાણ ભરવાની મુદત લંબાવી ને 31 ઓગસ્ટ સુધી લંબાવી છે…તો પણ અંદાજે 50 ટકા ખેડૂતો પાસે જૂનું નવું કરવાના પૈસા નથી..અને જગત નો તાત અત્યારે .. એ રકમ માટે ઉંચા વ્યાજે પૈસા લેવા અથવા તો એની તૈયાર મોલાત પાણી ના ભાવે વેચવા લાચાર છે.આવા સમયે ડો. કાનાબાર સાહેબ અને પી પી સોજીત્રા સાહેબ એક અભૂતપૂર્વ યોજના લઈને આવ્યા છે..

જગત ના તાત ને ડો. કાનાબાર અને શ્રી પી. પી. સોજીત્રા નો સાથ

ખેડૂત ને વ્યાજ નાં ચક્કર માંથી અને પોતાની મોલાત પાણી ના ભાવે વેચવા ની લાચારી માંથી બચાવવા અને બેન્ક નું ધિરાણ વ્યાજ સાથે ચૂકવવા અને ફરી મેળવવાની પ્રકિયા માટે….

“જૂનું – નવું મદદ યોજના”

આ માટે સમાજ ના સક્ષમ વર્ગ ના સહયોગ થી એક ફંડ ઉભુ કરવામાં આવશે અને એનો ઉપયોગ ખેડૂતો ની આ ટૂંકા સમય ની જૂનું નવું કરવા માટે ની જરૂરિયાત માટે કરીને એમની લાચારી નો અંત લાવવામાં આવશે..

આ વિચારબીજ ડો. કાનાબાર સાહેબ નું અને એને ધરાતલ પર ઉતરવાનું આયોજન પી પી સાહેબ નું…આ બંને ની જુગલબંધી નો અનુભવ અમરેલી જિલ્લાએ વારંવાર કરેલ છે….જેનું પરિણામ હમેંશા ઉત્તમ હોય છે…

આ અંગે કેન્દ્રિય મંત્રી શ્રી રૂપાલા સાહેબ નું પણ માર્ગદર્શન લેવામાં આવ્યું તેમજ..જિલ્લા બેન્ક નાં ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી ની સાથે મીટીંગ કરતાં તેમણે આ યોજનાને ઉત્સાહ થી વધાવીને રૂ. 10 લાખ નું ફંડ તેમના તરફ થી જાહેર કરેલ છે..

ડો. કાનાબાર સાહેબ અને પી પી સોજીત્રા સાહેબ ની આ અનોખી યોજના માં રૂ. 1 કરોડ નું ફંડ ઉભુ કરવાનો ટાર્ગેટ હતો પરંતુ આ બન્ને સાહેબો ની આહલેક નો અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા આ ફંડ 2.50 કરોડ સુધી પહોંચ્યું છે…જે અમરેલી જિલ્લા ના દાતાર લોકો ને આભારી છે..

આવી યોજના કદાચ અમરેલી જિલ્લા મા કે ગુજરાત માં નહિ.. પરંતુ દેશ માં કોઈ એ વિચારી નહિ હોય… એ અમરેલી માં જ શક્ય છે કારણ આપણાં આ સાહેબો લોકો ની મુશ્કેલીઓ માટે સતત સંવેદનશીલ અને એના ઉકેલ માટે હંમેશા કાર્યશીલ છે…

સક્ષમ લીડર અને પ્રજા માટે સંવેદનશીલ એવા બન્ને સાહેબો ને ખુબ ખુબ અભિનંદન

હિરેન જોશી

રિપોર્ટર:યોગેશ ઉનડકટ સાવરકુંડલા, અમરેલી
Mo:93770 74192

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )