ટીકીટનું બુકીંગ કરાવ્યું હોવા છતાં અને કોઈ વ્યવસ્થા ન થતાં એક સો કરતાં વધુ શ્રમિકોએ સાયણ ગ્રામ પંચાયત કચેરી ખાતે હંગામો મચાવ્યો.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
નઝીર પાંડોર – મોટામિયાં માંગરોળ

        સુરત જિલ્લાના સાયણ ગામે કાર્યરત ટેક્સટાઈલ એકમોમાં કામ કરતાં પરપ્રાંતિયો કામદારો લોકડાઉનને પગલે બેરોજગાર બન્યા છે જેને પગલે પોતાનાં વતનમાં જવા અધીરા બન્યા છે.

        એક સો કરતાં વધુ ઓડીશાના મજૂરોએ વતનજવા ટીકીટનું બુકીંગ કરાવ્યું હોવા છતાં વતનજવાની કોઈ વ્યવસ્થા ન થતાં, આ ટોળાએ સાયણ ગ્રામપંચાયત કચેરી ખાતે ઘસી જઇ હલલાબોલ કર્યો હતો, જેને પગલે  પોલીસ દોડતી થઈ ગઇ હતી,બુકીંગ કરાવ્યું હોવાછતાં વતનમાં જવા માટે વિલંબ થતાં ઓડીશાવાસીનું ટોળું સાયણ ગ્રામપંચાયત કચેરી ખાતે ઘસી ગયું હતું,અને પોતાનાં વતનમાં જવા માટેની સગવડ કરવાની માંગ કરી હતી,આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ કાફલો સાયણ દોડી આવ્યો હતો, પી.આઇ.ડી.કે.ચૌધરીએ આ શ્રમિકોને વતનમાં જવા માટે જલ્દીથી વ્યવસ્થા કરી આપવામાં આવશે એવી ખાત્રી આપતાં ટોળું વિખેરાઈ જવા પામ્યું હતું.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )