નડીઆદ નો બળરોજેદાર એ પવિત્ર રમજાન માં રોજા રાખી કરી ખુદની બંદગી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

નડીઆદ નાં ખૂશ્બુ પાર્ક સોસાયટી નિવાસી અરબ અયાન બીન ઝાકીર બીન ૭ વર્ષ ની નાની ઉંમરમાં આવી કાળઝાળ ગરમીમાં પવિત્ર રમજાન માસ ના ૩૦ પુરા રોજા રાખી ખુદની બંદગી કરી છે હાલમાં આપણો દેશ વૈશ્વિક મહામારી COVID-19 કોરોના વાયરસ થી પીડીત હોઈ તેમાં પોતાનાં જીવની આહુતિ આપનાર ના પરિવાર ને અલ્લાહ સબ્રે જમીલ અતા ફરમાવે અને જે લોકો બીમાર છે તેમને સિફા એ કામિલા અતા ફરમાવે અને આ પવિત્ર મુબારક મહિના ની બરકત થી આ આફત બલા મુસીબત થી આલમે ઈનશાન ની હિફાજત ફરમાવે તેવી દુઆ સાથે સમાજ નાં દરેક વ્યક્તિ વિશેષ માટે ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. અલ્લાહ અને તેના રસુલે પાક સલ્લલ્લાહો અલયહી વસલ્લમ ની મોહબ્બત દિલમાં હોય તો અલ્લાહ પાક સબ્ર નો એવો જામ નસીબ ફરમાવે છે કે આવી કાળજાર ગરમીમાં ૧૫ કલાક સતત ભૂખ અને તરસ બરદાસ્ત કરી ફક્ત ૭ થી ૮ વર્ષ ની નાની ઉંમરમાં માનવતાંની મિશાલ કાયમ કરનાર આવા નાના ફુલકાઓ ના માતા પિતા અને પરિવાર જનો પણ સમ્માન ને પાત્ર છે. અલ્લાહ પાક ની બારગહ માં દુઆ કરીએ કે અલ્લાહ પાક દરેક માતા પિતા ને અરબ અયાન બીન જેવા સંતાન નસીબ ફરમાવે જેથી આલમે ઈન્સાનિયત નાં આવા ઊભરતા સિતારાઓ થી આ ધરતી ઝગમગી ઉઠે તેવી દુઆ કરૂં છું.

આરીફ દીવાન, મોરબી.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )