માંગરોળ:કોસંબા-તરસાડી વિસ્તારોને કોરોનાની એન્ટ્રીને પગલે કેટલાંક વિસ્તારોને બફર અને ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યા.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

નઝીર પાંડોર – મોટામિયાં માંગરોળ

     માંગરોળ તાલુકાનાં કોસંબા ખાતે એક મહિલાનો કોરોનાં વાઇરસનો રીપોર્ટ પોઝીટીવ આવતાં કોસંબા અને તરસાડી વિસ્તારનાં રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

      આ મહિલા કાપડની ફેરી કરી કપડા વેચે છે, થોડા દિવસો પહેલાં આ મહિલા મુંબઇથી આવી હતી, ત્યારબાદ એને આરોગ્ય વિભાગ દ્વારા હોમકોન્ટાઇન કરવામાં આવી હતી,છતાં આ મહિલા કોસંબાનાં અલગ અલગ વિસ્તારમાં ફળી હતી.પરંતુ એનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતાં સમગ્ર કોસંબા અને તરસાડી વિસ્તારની પ્રજામાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે, પોતાના પરિવારનાં અઢારસભ્યો સહિત પચાસ લોકોની હાજરીમાં જન્મદિનની ઉજવણી પણ કરી હતી, જેને પગલે પ્રજાજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.જ્યારે વહીવટીતંત્ર તરફથી સેનીતાઈઝરની પ્રકિયા હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ વહીવટીતંત્રે કેટલાંક વિસ્તારોને બફરઝોન અને ક્લસ્ટર જોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં તરસાડી પાણીની ટાંકી થી સ્ટેશન સુધીનાં વિસ્તારને કોવિડ ૧૯ નાં કેસને કારણે ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યો છે,તરસાડી બફરઝોનમાં શાંતિનિકેતન એપારમેન્ટ, શિવ એપાર્ટમેન્ટ, સોમનાથ સોસાયટી રાઈડ સાઈડ, વસુધરા સોસાયટી,કુષણકુંડ સોસાયટી,સોમનાથ દર્શન,રાંદેર એપારમેન્ટથી કબ્રસ્તાન અને દાદરીની સાત થી નવ નંબરની લાઇનને જાહેર કરવામાં આવી છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )