બાબરા તાલુકા ના નીલવડા ગામે પતી ના હાથે પત્ની ની હત્યા.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

(મહિલા ખુન કરી હત્યારા શખ્સે ઝેરી દવા પીધાની ચર્ચા પોલિસ દોડી ગઈ)

બાબરા તાલુકા ના નીલવડા ગામે શિમ વિસ્તાર મા વસવાટ કરતા કોળી પરિવાર ના આધેડે ગૃહ કંકાસ ના કારણે પોતાની પત્ની ની માથા ના ભાગે કોદાળી ના ઘા મારી હત્યા કરી અને પોતે પણ ઝેરી દવા પીધાના બાબરા પોલિસ માં ખબર મળતા પી.એસ.આઈ. ગોસાઈ સહિત સ્ટાફ ઘટના સ્થેળે જવા દોડી ગયાનું જાણવા મળેલ છે.
મળતી વિગત મુજબ નીલવડા ગામે જીવાપર ના સીમાડા વિસ્તાર માં ખેતી ની જમીન ધરાવતા કોઈ ઘુઘાભાઈ વેલાભાઈ સાકરીયા ઉ.વ.૫૨ દ્રારા પોતાની પત્ની વીંટુંબેન ઉ.વ.૫૦ ની કોદાળી ના ઘા માથા ના ભાગે મારી અને હત્યા કરવા માં આવ્યા બાદ પોતે પણ ઝેરી દવા પીધા ના સમાચાર ગ્રામ્ય સુત્રો માં થી મળી રહ્યા છે. મૃતક મહિલા નો હત્યારો પતી કાયમી દારૂ પીવાની ટેવ વાળો હોવાનું અને અવાર નવાર ગૃહ કંકાસ થતો હોવાની ચર્ચા વચ્ચે આજે રાત્રે ૯ વાગ્યા આજુ બાજુ પતી પત્ની વચ્ચે ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતી દ્રારા કોદાળી ના ઘા પત્ની ને મારી દેતા મહિલા શિમ વિસ્તાર માં મોત ને ભેટી છે. બનાવ અંગે જાણકારી મળતા પોલિસ સહિત ૧૦૮ ટીમ નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. પોલિસ ઈન્સ ગોસાઈ ના જણાવ્યા અનુસાર કુટુંબી સહિત પુછપરછ બાદ હત્યા અંગે સત્ય હક્કીત ઉપ પડદો ઉચકશે હાલ ગૃહ કંકાસ ના કારણે હત્યા કરી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

રીપોર્ટર:
રાહુલ ડી. પરમાર
બાબરા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )