જુગારના રોકડા રૂ ૧૮,૧૩૦ / – તથા મોબાઈલ -૩ ટુ – વ્હીલર -૨ મળી કુલ મુદામાલ કિ.રૂ ૧,૦૧,૬૩૦ / -નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંકલેશ્વર શહેર પોલીસ પોલીસ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

મહાનિરીક્ષક શ્રી અભયસિંહ ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓ તરફથી જીલ્લામાં બનતા નોવેલ કોરોના વાયરસ ફેલાવ અટકાવવા સારૂ જીલ્લા કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ શ્રી ભરૂચ તરફથી બહાર પાડવામાં આવેલ જાહેરનામાની ભંગ કરતા ઈસમોને શોધી કાઢવા સતત પેટ્રોલીંગ તથા જીલ્લામાં બનતા પ્રોહી / જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેક્ટર ઓ.પી.સિસોદિયા નાઓની સુચના મુજબ નીચે મુજબનો જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે .

વિગત : –
અંકલેશ્વર શહેર પોસ્ટે વિસ્તાર હદમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે નૌગામા ગામની સીમમાં વાટા વગામાં આવેલ ખુલ્લી જગ્યામાં બાવળની ઝાડીમાં ખુલ્લી જગ્યામાં પત્તાપાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી આધારે રેઈડ કરતા સ્થળ ઉપર હાજર ૫ આરોપી ને ( ૧ ) મનહરભાઈ મંગાભાઈ વસાવા રહે- વસાવા ફળીયુ માંડવા તા – અંકલેશ્વર જી.ભરૂચ ( ૨ ) હરેશભાઈ રાવજીભાઈ વસાવા રહે . વસાવા ફળીયુ માંડવા તા અંકલેશ્વર જી.ભરૂચ ( ૩ ) અનીલભાઈ રમણભાઈ વસાવા રહે . પ્રેમનગરી માંડવા તા – અંકલેશ્વર જી.ભરૂચ ( ૪ ) અતુલભાઈ હર્ષદભાઈ પાટણવાડીયા ઉવ .૨૪ રહે . ગોવાલી મહાકાળીનગર તા ઝઘડીયા જી.ભરૂચ ( ૫ ) સુરેશભાઈ નવીનભાઈ વસાવા ઉવ . ૨૯ રહે- મુલદ નવીનગરી મહાદેવ ફળીયુ તા – ઝઘડીયા જી.ભરૂચ તેઓની અંગ ઝડતી માંથી તથા દાવ ઉપરથી મળી આવેલ રોકડા રૂ . ૧૮,૧૩૦ / – તથા મોબાઈલ ફોન નંગ -૩ તથા ટુ – વ્હીલર નંગ -૨ તથા પત્તા પાના રમવાના મુદામાલ સાથે પકડાઈ ગયેલ જે પાંચ આરોપીઓને અટક કરી જુગાર ધારા કલમ ૧૨ મુજબ તથા જાહેરનામા ભંગ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે .

કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ

પોલીસ ઈન્સપેક્ટર ઓ.પી.સિસોદીયા નાઓની સુચના મુજબ તથા પો.સ.ઈ જે.પી.ચૌહાણ , પો.સ.ઈ વી.આર.ઠુમ્મર , પો.સ.ઈ આર.કે.રાઉલજી , એ.એસ.આઈ બીપીનભાઈ , હે.કો અમરસિંહ , હે.કો સાગરભાઈ , પો.કો ધનંજસિંહ , પો.કો કિશોરભાઈ , પો.કો મોતીભાઈ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )