વાંકાનેરના પાન મસાલા બીડીના બંધાણીઓ માટે પૂર્વ નગરપતિ જીતુ સોમાણી મેદાનમાં : નગરપાલિકા સાથે મળી માવા બીડીનું રાહત ભાવે વેચાણ કરવામાં આવ્યું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વાંકાનેર : લોકડાઉન દરમિયાન સરકારે પાન માવા બીડી પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ જેથી વ્યસનીઓની તકલીફ માં વધારો જોવા મળેલ અને હોલસેલ વેપારીઓએ સરેઆમ કાળાબજારી કરી બેહિસાબ નાણાં કમાયેલા. લોકડાઉન ચારમાં સરકાર તરફથી લોકોની માગણી સ્વીકારી પાન બીડી તમાકુનું વેચાણ કરવાની છૂટ આપેલ પરંતુ વેપારીઓએ કાળા બજારમાં માલ વેચેલ હોય mrp ભાવે વેચાણ કરવાનો જીવ હાલતો ન હોય પોતાની દુકાનો ખોલી ન હતી.

જે અંગે વાંકાનેર નગરપાલિકાને ફરિયાદો મળતાં તમાકુ ના હોલસેલ વેપારીઓને તાત્કાલિક ફોન દ્વારા જાણ કરી પોતાની દુકાન ખોલવા અંગે જણાવેલ પરંતુ કાળા બજારીઓએ ઊંચા ભાવે માલ વેચેલ હોવાથી હવે નીચા ભાવે વેચાણ ન કરતા હોવાથી નગરપાલિકા દ્વારા સાત દુકાનોને સીલ મારવામાં આવેલ અને હજુ ફરિયાદ મળે વધુ દુકાનોને સીલ મારવાની તૈયારી આરંભી છે.

વ્યસનીઓની તલપ જોઈ વાંકાનેરના પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણીએ વાંકાનેર નગરપાલિકાને સાથે રાખી વાંકાનેરની જનતા માટે આજે રાહત ભાવે માવા તેમજ બીડીનું વેચાણ ટાઉનહોલ ખાતે કરેલ તેમજ લોકોને ફ્રીમાં માસ્ક આપેલ. જેમાં નાના માવા 50 રૂપિયાના 8, મોટા માવા પચાસના 4 તેમજ બીડી ની જોડી પચાસની ૩ આપવામાં આવતાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડેલ અને જીતુભાઈ નો આભાર વ્યક્ત કરેલ. આ તકે કોંગ્રેસના આગેવાન ઈરફાન પીરઝાદા પણ આ વહેચાણ સ્થળે પહોંચી આ સરાહનીય કામને બિરદાવેલ.

આરીફ દીવાન, મોરબી.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )