પાલિકા પ્રમુખે જાતે લોક ડાઉન ના નિયમો ના ધજાગરા ઉડાડ્યા : કાર્યક્રમ નો આશય સારો , પણ નિયમો નો ભંગ માફ ના કરી શકાય તેવો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

અજય જાની દ્વારા

છોટાઉદેપુર નગર પાલિકા ના મહિલા પ્રમુખે કોરોના મહામારી ના આ કપરા સમય માં લોક ડાઉન ના નીતિ નિયમો ના ધજાગરા ઉડાડી ને એક કાર્યક્રમ નું આયોજન કર્યું હતું। સમૂહ નૃત્ય ના આ કાર્યક્રમ મારફત કોરોના વોરિયર્સ ને પ્રોત્સહિત કરવાનો તેમજ લોકો માં જાગૃતિ અને સભાનતા આવે તેવો ઉમદા આશય હતો. પરંતુ ઉત્સાહ ના અતિરેક માં સલામતી ના તમામ નિયમો કોરાણે મુકાયા હતા.
છોટાઉદેપુર ના રાજવી ના પેલેસ ના પ્રાંગણ માં આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું। જેના ફોટો અને વિડિઓ સોસીઅલ મીડિયા માં ફેલાઈ ગયા હતા અને લોકો ની ટીકા ને પાત્ર બન્યા હતાં। ખાસ કરી ને નાની નાની બાલિકા ઓ કે જેઓ ને મેડિકલ ઇમર્જન્સી સિવાય બહાર નીકળવાની પણ પરવાનગી નથી તેઓ એ માસ્ક વિના અને સોસીઅલ ડિસ્ટન્સ ના પાલન વિના પરફોર્મન્સ કર્યું હતું જે સ્પષ્ટ જોઈ શકાય છે. આ સિવાય પણ અન્ય કોઈ જ વ્યક્તિઓ ના ચહેરા પાર માસ્ક જોવા મળતો નથી.સોસીઅલ ડિસ્ટન્સ સહેજ પણ જોવા મળતું નથી. ગાઈડ લાઈન મુજબ ક્યાંય આવા કાર્યક્રમ ની પરવાનગી શક્ય નથી તો પછી કોણે પરવાનગી આપી તે તપાસ નો વિષય છે. અને જો વિના પરવાનગી એ જાહેર માં આવો મોટો કાર્યક્રમ થયો હોય તો પોલીસ શું કરતી હતી તે પણ ચર્ચા નો મુદ્દો છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )