રાજસ્થાન ના વણઝારા પરિવાર મજૂરી કામ અર્થે ડેડીયાપાડા રહેતા 28જેટલા શ્રમજીવી ઓ લોકડાઉનમા અટવાયા કોંગ્રેસ ના કાર્યકરોમદદે આવ્યા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

તંત્રની પરવાનગી લઈ વતન પહોંચાડયા : જેમાં 10મહિલા, 5 પુરૂષ 12 બાળકો તથા એક ગર્ભવતી મહિલા પરીવાર ની દયનીય સ્થિતિ : આખરે દેડિયાપાડા થી આવેલા રાજસ્થાન ના પરિવાર ને યુથ કોંગ્રેસના યુવાનો એ ટેમ્પામાં વતન રવાના કર્યા

દેડિયાપાડા માં છૂટક મજૂરી કામ કરતા રાજસ્થાન ના પાલી જિલ્લાના ૨૭ જેવા વ્યક્તિઓનું વણઝારા પરિવાર લોકડાઉન દરમિયાન કામ બંધ હોય અને પૈસા ની અછત ને કારણે દેડિયાપાડા થી ટ્રક માં બેસી રાજસ્થાન જવા નીકળ્યું હતું પરંતુ ટ્રક ચાલકે પરમિશન ન હોવાના કારણે તેમને પોઇચા પાસે જ ઉતારી દીધા હતા. ત્યાર બાદ આ પરિવાર ના સભ્યો પગપાળા રાજપીપળા તરફ આવતા ભદામ ગામ પાસે એક બંધ હોટેલ પાસે આસરો લીધો હતો
લોકડાઉન માં મજબુરી માં વતન ની વાટે નીકળેલા રાજસ્થાન ના વણઝારા પરિવાર મજૂરી કામ અર્થે ડેડીયાપાડા રહેતા હતાં જેમાં 10મહિલા, 5 પુરૂષ 12 બાળકો તથા એક ગર્ભવતી મહિલા સહિત જે 50દિવસ લોકડાઉન માં જેમ તેમ ગુજારો કરી પોતાના વતન જવા નીકળ્યા હતા. જે એક ટ્રક વાળા એ નિસ્વાર્થભાવે પોઇચા ચોકડી સુધી બેસાડી આગળ બીજો જિલ્લો આવતો હોવાથી ત્યાં ઉતારી જતો રહ્યો હતો .

આ અંગે
અજય વસાવા- નાંદોદ વિધાનસભાયુથ કૉંગ્રેસના પ્રમુખ તથા જીજ્ઞેશ ભાઈ વસાવા -મિતગ્રુપ પ્રમુખ રાજપીપલાતેમજ
ભગુભાઈ વણઝારા એ જણાવ્યુ હતુ કે આની જાણ અમને થતા ગઈ કાલે તેમને બે ટાઈમ જમાડી રાત વીસમો કરાવી સવારે ચા નાસ્તો કરાવી કલેક્ટર ની પરમિશન લઈ અમારા સ્વખર્ચે રાજસ્થાન મોકલવાની વ્યવસ્થા કરી હતી

મદદે દોડી ગયા હતા.તમામ શ્રમિકોને ભોજન,ચાહ,નાસ્તો તથા રાત્રી રોકાણ ની પણ સગવડ કરી આપી હતી.અને શ્રમિકો ને તેમના વતન રાજસ્થાન પહોંચાડવાની સાંત્વના આપી હતી.
શનિવારે સવારે આ સેવા ભાવિ યુવાનો એ સ્વખર્ચે ૨૭ શ્રમિકો ને ભોજન કરાવી બિસ્કિટ ના પેકેટ આપી ટેમ્પો ભાડે કરી તમામ ને પોતાના વતન રાજસ્થાન ના પાલી રવાના કર્યા હતા. સતીશ વસાવા પોતે ટેમ્પો ચાલવી આ શ્રમિકો ને રાજસ્થાન તેમના વતન છોડવા ગયા હોવાનું પણ જાણવા મળ્યું હતું.

જોકે હજી પણ શ્રમજીવીઓ ની હાલત દયનીય છે તેમને તેમના વતન જવાની સરકાર વ્યવસ્થા કરે એવી માંગ કરી હતી

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )