બનાસકાંઠા જિલ્લાના અંતરીયાળ વિસ્તારો સુધી
પીવાના પાણીની સુચારૂ વ્યવસ્થા ઉપલબ્ધ છે
–મંત્રીશ્રી કુંવરજી બાવળીયા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ દાંતીવાડા, પાંથાવાડા અને વાવ-થરાદના ગામોમાં ફિલ્ટર પ્લાહન્ટનું નિરીક્ષણ કર્યુ
(માહિતી બ્યુરો, પાલનપુર)
અત્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે લોકોને પીવાના પાણીની કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પાણી પુરવઠા અને પશુપાલન મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લઇ વડગામના ગામોથી શરૂ કરી દાંતીવાડા ડેમ અને પાંથાવાડા ફિલ્ટર પ્લાાન્ટ તથા વાવ-થરાદ તાલુકાના અંતરીયાળ ગામોમાં પીવાના પાણીની વ્યવસ્થાના જાત નિરીક્ષણ માટે વિવિધ ગામોના ફિલ્ટર પ્લારન્ટોની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યુ હતું. મંત્રીશ્રીએ આજે બીજા દિવસે દાંતીવાડા ડેમથી શરૂ કરી પાંથાવાડાના ફિલ્ટર પ્લા ન્ટની મુલાકાત લઇ વાવ તાલુકાના કુંભારડી અને દેવપુરા હેડવર્કસ ફિલ્ટર પ્લા ન્ટ, દિયોદર તાલુકાના સામલા હેડવર્કસ અને કાંકરેજ તાલુકાના રાણકપુર હેડવર્કસ ફિલ્ટર પ્લારન્ટની મુલાકાત લઇ આગેવાનો સાથે ચર્ચા કરી જિલ્લામાં પીવાના પાણીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ગ્રામજનોની મુલાકાત પ્રસંગે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે પીવાનું પાણી લોકોના ઘર ઘર સુધી પહોંચે તે માટે આપણા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સરકારે પાણીદાર આયોજન કર્યુ છે. પરિણામે આજે લોકોને ઘર સુધી નળ મારફત પીવાનું પાણી આપી શકાય છે. તેમણે કહ્યું કે, ગઇકાલ અને આજે મેં બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોના ગામોની મુલાકાત લઇ પીવાના પાણીના ફિલ્ટર પ્લારન્ટનું નિરીક્ષણ કર્યુ છે. બનાસકાંઠા જિલ્લામાં અંતરીયાળ વિસ્તારો સુધી પીવાના પાણીની સુચારૂ વ્યવસ્થા ઉપલબ્ધ છે તેમ તેમણે જણાવ્યું હતું. મંત્રીશ્રી બાવળીયાએ કહ્યું કે ફિલ્ટર પ્લા ન્ટમાં જ્યાં પણ પાણીને લગતી સમસ્યાઓ છે તેનું સત્વરે નિરાકરણ લાવવામાં આવશે. આ માટે પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓને સુચના પણ આપવામાં આવી છે.
મંત્રીશ્રીની મુલાકાત પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી નટુજી ઠાકોર, ડીસા માર્કેટયાર્ડના ચેરમેનશ્રી માવજીભાઇ દેસાઇ, પાણી પુરવઠાના મુખ્ય ઇજનેરશ્રી પ્રકાશ શાહ, કાર્યપાલક ઇજનેર શ્રી એમ.એમ.ગુપ્તા, અગ્રણીઓ સર્વશ્રી નટુભાઇ ચૌધરી, શ્રી મેરૂજી ધુંખ, શ્રી નરેન્દ્રભાઇ જોષી, પાણી પુરવઠાના અધિકારીશ્રી બુંબડીયા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )