પાક. સામેની મેચમાં આઉટ થયા વિના જ પેવેલિયન પાછો ફર્યો કોહલી, જણાવ્યું કારણ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ભારત અને પાકિસ્તાનની વચ્ચે ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાન પર રમાઈ રહેલા વર્લ્ડ કપ 2019ની 22મી મેચમાં ભારતે રોહિત શર્મા (140)એ કરિયરની 24મી સદી અને કે. એલ. રાહુલ (27) તેમજ કેપ્ટન વિરાટ કોહલી (77)ની શાનદાર હાફસેન્ચ્યૂરીના દમ પર પાકિસ્તાનને 337 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ આમિસ સૌથી સફળ બોલર રહ્યો, તેણે 47 રન આપીને 3 મહત્ત્વની વિકેટો લીધી.

મોહમ્મદ આમિરને એક વિકેટ એવી મળી, જે તેના ખાતામાં હતી જ નહીં. અમે વાત કરી રહ્યા છીએ, 48મી ઓવરમાં જ્યારે તે વિરાટ કોહલીને બોલ નાંખી રહ્યો હતો, ત્યારે ચોથી બોલ તેણે કોહલીને બાઉન્સર નાંખી. આમિરે આ બોલ પર કોહલીને આઉટ આપવાની અપીલ કરી અને કોહલી પોતે જ પેવેલિયન તરફ ચાલવા માંડ્યો. અમ્પાયરે પણ કોહલીને પેવેલિયન તરફ જતો જોઈ તેને આઉટ આપ્યો.
પરંતુ જ્યારે બાદમાં રિપ્લેમાં જોયું તો જણાયું કે બોલ કોહલીની બેટથી ખૂબ જ દૂર હતી અને તેની બેટનો કોઈપણ ભાગ બોલને લાગ્યો નહોતો. જ્યારે કોહલીને આ વાતની જાણ થઈ તો તેણે જોયું કે જે અવાજ તેણે સાંભળ્યો હતો તે તેની બેટનું હેન્ડલ હલવાને કારણે આવ્યો હતો.
ડ્રેસિંગ રૂમમાં બાદમાં કોહલી બેટ હલાવતો દેખાયો હતો, જેના પરથી એ સ્પષ્ટ થઈ ગયું કે કોહલીને જે અવાજ સંભળાયો હતો તે તેની બેટનું હેન્ડલ હલવાને કારણે આવ્યો હતો. જો કોહલી તે સમયે આઉટ ના હોત તો કદાચ તે પોતાની 42મી સદી પૂરી કરી લેતે અને સાથે જ ભારતનો સ્કોર 350 સુધી પહોંચાડી દેતે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )