માંગરોળ ગામે ધનેશ્વર આશ્રમમાં અક્ષયવટવૃક્ષ ની જટાઓમાં સ્વયંભૂ ગણેશ સ્વરૂપનું પ્રાગટ્ય થી સાધુ સંતો અભિભૂત.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આશ્રમમાં એક માત્ર પાંચ માળ ઊંચા વટ ની જટાઓમાંથી બનેલ અનોખા વટવૃક્ષ શાસ્ત્રોમાં ઉલ્લેખ.
જેવી રીતે ગણેશની એક આંખ, બે દાંત માં એક લાંબો અને બીજો ટૂંકા દાંતના સાથે પૂર્ણ સ્વરૂપમાં ગણેશ ના દર્શન થયા છે.
જેમાં ગણેશજીની સૂંઢ અને એક આંખ અને બે દંત સ્પષ્ટ દેખાય છે.
નર્મદા કિનારે આવેલા અક્ષયવટવૃક્ષ નીચે બનાવેલ કુટિરમાં આવતા સાધુ-સંતો અહીં બેસીને ગણેશ દર્શન અને ચતુરમાસમાં ભજન કરે છે.
ગણેશ સ્વરૂપને સિંદૂરથી રંગીતા પૂર્ણ સ્વરૂપમાં ગણેશ દર્શન થતા દર્શને ઉમટતા ભક્તો.
અહીં આવતા સાધુ-સંતો ગણેશજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને સમસ્ત વિશ્વને કોરોનાના સંકટનું વિઘ્નો દૂર કરે એવી પ્રાર્થના પણ ભક્તો કરી રહ્યા છે.

નાંદોદ તાલુકાના માંગરોળ ગામે આવેલ પૌરાણિક ધનેશ્વર આશ્રમમાં અક્ષયવટવૃક્ષ આવેલું છે. જે પાંચ થી છ માળની ઊંચાઈ જેટલું ઉંચા વડની જટાઓમાંથી બનેલું વટવૃક્ષ આવેલું છે. શાસ્ત્રોમાં એનું જ પ્રમાણ છે. આ અંગે ધનેશ્વર મહાદેવ મંદિરના મહંત જાનકીદાસ મહારાજે જણાવ્યું છે. કે અહીં વડનો પુરાના મોટુ વટવૃક્ષ કુદરતી રીતે વડની જટાઓમાંથી બનેલ છે. જેમાં લાંબા થી ઉપરથી નીચે તરફ આવતી વટવાઈ ઓ, જટાઓ નીચે આવીને જમીનમાંથી ફરીથી ઉપર જટા સ્વરૂપે થયેલ છે તે ફરીથી નીચે આવે છે અને ફરી ઉપર જઈને તે તેનો ઘટાદાર ફેલાવો થાય છે. શાસ્ત્રોમાં તે અક્ષયવટવૃક્ષ કયું છે. જેનો કદી નાશ થતો નથી, તેથી અહીં નર્મદા તટે આશ્રમ આવું વિશાળ અક્ષયવટવૃક્ષ આવેલું છે.
તેમાં સૌના આશ્ચર્યની વચ્ચે જટાઓમાં થી સ્વયંભૂ પૂર્ણ ગણેશજી સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે જેમાં પૂર્ણ ગણેશ સ્વરૂપના દર્શન થાય છે. જેમાં ગણેશજીની સૂંઢ અને એક આંખ અને બે દાંત સ્પષ્ટ દેખાય છે. સામાન્ય રીતે ગણેશજીને એક દાંત ટૂંકો અને એક દાત લાંબો હોય તેવા જ બે દાંત જટામાંથી સ્પષ્ટ દેખાય છે. અમે તેમને સિંદૂર થી રંગી દેતા પૂર્ણ ગણેશજીના દર્શન થયા છે. અહીં ગણેશજીનો પ્રાગટ્ય આ તપસ્યા ભુમિ પર થતાં ઘણા સંકેતો આપી જાય છે. અહીં આવતા સાધુ-સંતો ગણેશજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે, અને સમસ્ત વિશ્વને કોરોના સંકટનું વિઘ્નથી દૂર કરે એવી પ્રાર્થના પણ ભક્તો કરી રહ્યા છે. નર્મદા કિનારે આવેલા અક્ષય વટ વૃક્ષ નીચે બનાવેલી આવતા સાધુ-સંતો અહીં બેસીને ગણેશ દર્શન અને ચતુર્માસ ભજન કરે છે. ગણેશના દર્શન થતા આશ્રમવાસી નિત્ય દર્શન કરે છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )