બોડેલી તાલુકામાં અનેક ગામોમાં તલાટી અનિયમિત આવતા હોવાની ગ્રામજનોની વ્યાપક ફરિયાદ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

બોડેલી તાલુકામાં અનેક ગામોમાં તલાટી અનિયમિત આવતા હોવાની ગ્રામજનોની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે જેને લઈને રાજકીય આગેવાને તાલુકાના તાલુકા વિકાસ અધિકારીને ગુલ્લીબાજ તલાટીઓ સામે કાયદેસરના પગલાં ભરવા રજુઆત કરી છે
બોડેલી તાલુકાના અથવાલી જૂથ ગ્રામ પંચાયતમાં જન્મની નોંધણી થયેલ નથી નો દાખલો લેવા ચલામલીના રાજકીય આગેવાન અને તાલુકા ભાજપા મહામંત્રી પરિમલ પટેલ રૂબરૂ ગયા ત્યારે ગ્રામ પંચાયતને તાળું હતું ગામના સરપંચ,ઓપરેટર મુકેશભાઈને ફોન કરી તલાટી અંગે પૂછતા તેઓએ અમોને ખબર નથી ? એમ જણાવ્યું આખરે પરિમલ પટેલે તાલુકા વિકાસ અધિકારી એમ.માલીવાડ ને ફોન કરી તલાટી હાજર નથી ને પંચાયતે તાળું છે તેવી રજુઆત કરી પંચાયતનો ફોટો ખેંચી ટીડીઓને મોકલી તલાટી સામે કારણ વગર ગેરહાજર રહ્યાની ફરિયાદ કરી કાયદેસરના પગલાં લેવા અરજ કરી છે
સમગ્ર તાલુકામાં દરેક ગામોમાં ગુલ્લીબાજ તલાટીઓ સામે કાયદેસરના પગલાં ભરવાની માંગ ઉઠી છે હવે જોવું એ રહ્યું કે ટીડીઓ તલાટીઓ સામે કેવા પગલાં ભરે છે?

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )