પહેલી જ કેબિનેટ બેઠકમાં PM મોદીએ મંત્રીઓને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે…

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીપરિષદની બેઠકમાં મંત્રીઓને કડક ચેતવણી આપી છે. તેમણે મંત્રીઓને કડક શબ્દોમાં કહ્યું છે કે, તેઓ સમયસર ઓફિસ પહોંચે, ઘરેથી કામ કરવાનું ટાળો અને લોકો માટે સારૂ ઉદાહરણ પુરૂ પાડો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવી સરકારના મંત્રીમંડળની પહેલી જ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ મંત્રીઓને સ્પષ્ટ કહ્યું હતું કે, તેઓ નવા મંત્રીઓને સાથે લઈને ચાલે. રાજ્ય મંત્રીઓને મોટી ભૂમિકા આપવાની વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હ્તું કે, કેબિનેટના મંત્રીઓએ તેમની સાથે મહત્વપૂર્ણ ફાઈલોની આપલે કરવી જોઈએ. જેને કારણે કામની ગુણવત્તા વધશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાને મંત્રીઓને એવી પણ સલાહ આપી છે કે, ફાઈલોનો ઝડપથી નિકાલ કરવા માટે કેબિનેટના મંત્રીઓ અને તેમના સહાયક મંત્રીઓ સાથે બેસીને પ્રસ્તાવોને મંજૂરી આપે. સમયસર ઓફિસ પહોંચવા પર ભાર આપતા વડાપ્રધાને કહ્યું કે, તમામ મંત્રીઓ સમયસર ઓફિસ પહોંચે અને થોડો સમય કાઢી અધિકારીઓ સાથે મંત્રાલયના કામકાજની જાણકારી લો.

તેમણે એમ પણ કહ્યું હતું કે, મંત્રીઓએ ટાઈમે ઓફિસ આવવું જોઈએ અને ઘરે બેસીને કામ કરવાથી બચવું જોઈએ. સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે, સાંસદોએ પાર્ટીના નેતાઓ અને લોકો વચ્ચે સંવાદ યથાવત રાખવો જોઈએ.
પીએમ મોદીએ કહ્યું હતું કે, પોતપોતાના રાજ્યોના સાંસદો સાથે મુલાકાત કરીને આ પ્રથા શરૂ કરી શકે છે. તેમણે એ વાત પર પણ ભાર આપ્યો હતો કે, એક મંત્રી અને સાંસદમાં કોઈ જ ફરક નથી. વડાપ્રધાને દરેક મંત્રાલયની પંચવર્ષીય યોજનાની પણ વાત કરી.

બેઠકમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે સોમવારથી શરૂ થઈ રહેલા સંસદીય સત્રનો વધુ લાભ લેવાનું પ્રસ્તુતિકરણ આપ્યું હતું.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )