વડોદરા જિલ્લા પ્રશાસન વાવાઝોડા વાયુના પ્રકોપનો ભોગ બનવાની શક્યતાવાળા વિસ્તારોમાં મોકલવા માટે એક લાખ ફુડ પેકેટસ તૈયારી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

✡️ વડોદરા જિલ્લા પ્રશાસન વાવાઝોડા વાયુના પ્રકોપનો ભોગ બનવાની શક્યતાવાળા વિસ્તારોમાં
મોકલવા માટે એક લાખ ફુડ પેકેટસ તૈયાર કરી રહ્યું છે

✡️ રાજય સરકારની સૂચના પ્રમાણે જે તે વિસ્તારોમાં ફુડ પેકેટસ મોકલવા તંત્ર સુસજ્જ

✡️ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ ફુડ પેકેટસ બનાવવાની કામગીરીનું કર્યુ નિરીક્ષણ

‘વાયુ’ વાવાઝોડાના પગલે જિલ્લા વહીવટીતંત્ર સતત સતર્કતા સાથે કાર્યરત છે. રાજય સરકારની વખતોવખતની સૂચના અન્વયે રાજ્યભરમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ‘વાયુ’ના પગલે વડોદરા વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં બિસ્કીટસ અને વોટર બોટલ્સ ધરાવતા એક લાખ ફુડ પેકેટસ સૌરાષ્ટ્ર વિસ્તારમાં સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓને મોકલવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને બે કેન્દ્રો ખાતે કામ ચાલુ છે. ફુડ પેકેટસ-વોટર બોટલના પેકેટસ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાંત અધિકારી, મામલતદારશ્રીઓ તથા સંબંધિત જવાબદાર અધિકારીશ્રીઓને હેડક્વાર્ટસ છોડવાની મનાઇ ફરમાવવામાં આવી છે, તેમ ફુડ પેકેટસ કામગીરીનું નિરીક્ષણ કરતા જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું હતુ. તેમણે વધુમાં કહ્યું કે, જિલ્લા વહીવટીતંત્ર ઉપરાંત પંચાયત અને એનજીઓના સ્વયંસેવકોની પણ મદદ આ માનવતાના કામમાં મળી છે. તેમણે ‘વાયુ’ની આગાહીને ધ્યાને લઈ અફવા ન ફેલાવવા તેમજ શાંતિ જાળવવા અનુરોધ કર્યો હતો. રાજય આપત્તિ વ્યવસ્થાપન દ્વારા આપવામાં આવતી સૂચનાઓને અનુસરવા તેમજ શક્ય હોય ત્યાં સુધી મદદની આવશ્યકતા વખતે સંબંધિતોનો સંપર્ક કરવા પણ અપીલ કરી હતી. વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ફુડ પેકેટસ તૈયાર કરવાની કામગીરી નિરીક્ષણમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી કિરણ ઝવેરી અને જિલ્લા પુરવઠા અધિકારી શ્રીમતી મનિષા બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. આ વ્યવસ્થામાં ૨૦૦ શ્રમિકોની સાથે વિવિધ શાખાઓની ટૂકડીઓ આ કામગીરીમાં રોકાયા છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )