ચેક બાઉન્સ થાય ત્યારે આટલું અચૂક કરો, કેસ નોંધાવો આ રીતે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આજ કાલ ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે. પૈસા ની લેવડ દેવડ હવે ઓનલાઈન થઇ રહી છે. બહુ મોટી મોટી રકમ તમે ઓન હેન્ડ ન આપી શકો માટે લોકો ચેક દ્વારા જ પૈસા ની મોટી મોટી રકમો ની લેવડ દેવડ કરતા હોય છે. ચેક દ્વારા પેમેન્ટ કરવું ઘણું સહેલું પડે છે. ઘણી વાર આ રીતે પૈસા ની લેવડ દેવળ કરવા સમયે પણ અમુક પ્રોબ્લેમ આવતી હોય છે. ચેક બાઉન્સ જતા હોય છે. આવું થાય ત્યારે ક્યાં પગલા લેવા એ વિષે ઘણા લોકો ને ખબર હોતી નથી. આજે અમે તમને તેના વિષે જણાવીશું કે જયારે આવું કઈ થાય ત્યારે ક્યાં પગલા લેવા જોઈએ.

જયારે કોઈ સાથે પૈસા ની લેવડ દેવળ થઇ હોય અને ચેક જમા કરાવવા સમયે જો ચેક બાઉન્સ જાય તો તમે એના પર કેસ કરી શકો છો. એના પણ અમુક નિયમો હોય છે જે ની હેઠળ માં જ તમે આ કેસ કરી શકો છો. આ નિયમો સેક્સન 138 હેઠળ આવે છે.આ જવાબદારી ચુકવણી માટે રજૂ કરવામાં આવે છે, તે સમયે આ ચેક બાઉન્સ થતા આ કાર્યવાહીની હેઠળ આવશે. આનો અર્થ એ થાય કે તમારે કોઈને પૈસા પરત આપવાના હોય અથવા કોઈ ચુકવણી કરવાની હોય, જેને તમે સ્વીકારી છે, તે કેસમાં ચેક બાઉન્સ થવા પર નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881 હેઠળ તમારા પર કેસ નોંધવામાં આવી શકે છે.

તમે આ ત્રણ બાબતો દ્વારા ચેક નો ઉપયોગ કર્યો હોય જેમ કે કોઈ બીજા વ્યક્તિ પાસે લીધેલી વસ્તુ નું પેમેન્ટ આ ચેક દ્વારા કર્યું હોય. તમે કોઈ ટ્રસ્ટ અથવા એનજીઓ ને દાન પણ આપેલું હોય. આ શિવાય તમે કોઈ વ્યવસાય ના કોઈ કામ માટે ચેક જમા કર્યો હોય. જો તે બાઉન્સ જાય તો એકસન લેવામાં આવશે.

કોઈ ને પૈસા આપ્યા હોય કે પછી ગમે તે રીતે ચેક બાઉન્સ થય તો તેના ઉપર સેક્સન 138 લાગુ થાય છે. જો વ્યક્તિએ તેના મિત્રને મદદ કરવા પૈસા આપ્યા, અને મિત્રએ પૈસા પાછા આપવા માટે ચેક આપ્યો. જો ચેક બાઉન્સ કરવામાં આવે છે, તો આ કિસ્સામાં કેસ 138 હેઠળ નોંધવામાં આવશે કારણકે સહાય માટે આપ્યા હોય એ પૈસા લોન તરીકે આવે છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )