રાહુલનો આકરો પ્રહાર: મારી સામે લખનારા પત્રકારોની ધરપકડ થાય તો મીડિયામાં સ્ટાફની અછત સર્જાશે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ઉત્તર પ્રદેશમાં પત્રકાર પ્રશાંત કનૌજીયાની ધરપકડ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર પ્રહારો કર્યા છે. પ્રશાંતની ધરપકડ મુદ્દે રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરી પોતાની પ્રતિક્રિયા આપી કે જો આ જ પ્રકારે મારા વિરૂદ્ધ લખનારા પત્રકારો પર કાર્યવાહી કરવાની શરૂ થઇ તો મીડિયા હાઉસમાં સ્ટાફની ભારે અછત પડશે. જો પત્રકારોને જેલમાં ધકેલવામાં આવશે તો ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલોમાં સ્ટાફની તંગી સર્જાશે.

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન મૂર્ખતાપૂર્ણ વલણ અપનાવી રહ્યા છે. ધરપકડ કરાયેલા પત્રકારોને તુરંત મુક્ત કરવાની જરૂર છે. મહત્વનું છે કે પ્રશાંતની ધરપકડનો અનેક સંગઠનો તેમજ પત્રકારો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા પત્રકાર પ્રશાંત કનૌજીયાને તાત્કાલિક મુક્ત કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સરકારને ફટકાર પણ લગાવી છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે નાગરિકોના અધિકારોનું હનન કરી શકાય નહીં. તેને બચાવી રાખવા જરૂરી છે. સાથે જ કોર્ટે કહ્યું કે આપત્તિજનક પોસ્ટ પર વિચાર અલગ અલગ હોઇ શકે છે. પરંતુ આ માટે ધરપકડની શું જરૂર હતી. સુપ્રીમ કોર્ટે પ્રશાંત કનૌજીયાના પત્નીને સમગ્ર મામલાને હાઇકોર્ટમાં લઇ જવા જણાવ્યું છે. સુપ્રીમે આ દરમ્યાન આઇપીસીની કલમ ૫૦૫ અંતર્ગત આ મામલા એફઆઇઆર દાખલ કરવા મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા. અદાલતે યુપી સરકારને ફટકાર લગાવતા કહ્યું કે કઇ કલમ અંતર્ગત આ ધરપકડ કરવામાં આવી છે.

આવી પોસ્ટ શેર કરવી વાજબી નથી. તેમ છતાં પત્રકારની ધરપકડ કેમ કરવામાં આવી. મહત્વનું છે કે યોગી આદિત્યનાથ વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવા બદલ પ્રશાંતની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેમની પત્ની જિગીષાએ ધરપકડના વિરોધમાં અરજી દાખલ કરી હતી.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )