આખરે 8 દિવસ પછી મળ્યું, ગુમ થયેલ વિમાન AN-32 નો કાટમાળ, જાણો વિગતે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

એએન-32 વિમાને અરુણાચલ પ્રદેશના શિ-યોમિ જિલ્લાના મેચુકા એડવાસ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ માટે સોમવારે રાત્રે 12 વાગીને 27 મિનિટ પર આસામના જોરહાટથી ઉડાન ભરી હતી. વિમાનમાં પાયલટ દળના આઠ અને પાંચ યાત્રી સહિત 13 લોકો સવાર હતા.વાયુસેનાનું ગુમ થયેલ વિમાન એએન-32ના આઠ દિવસ બાદ કાટમાળ દેખાયો હોવાની ખબર સામે આવી છે. અરુણાચલ પ્રદેશના લીપોમાં 12 હજાર ફૂટની ઉંચાઈએથી હેલિકોપ્ટરથી વિમાનનો કેટલોક કાટમાળ દેખાયો હોવાનું વાયુસેનાએ જણાવ્યું છે. સમગ્ર વિસ્તારની તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે વાયુસેનાનું માલવાહક વિમાન એનએન-32 ત્રણ જૂનથી ગુમ છે. જેમાં 13 લોકો સવાર હતા.રશિયા દ્વારા નિર્મિત વિમાને અરુણાચલ પ્રદેશના શિ-યોમિ જિલ્લાના મેચુકા એડવાસ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ માટે સોમવારે રાત્રે 12 વાગીને 27 મિનિટ પર આસામના જોરહાટથી ઉડાન ભરી હતી. વિમાનમાં પાયલટ દળના આઠ અને પાંચ યાત્રી સહિત 13 લોકો સવાર હતા.

વાયુ સાનએ ગુમ થયેલા એન-32 વિમાન વિશે જાણકારી આપનારને પાંચ લાખ રૂપિયા ઈનામ આપવાની જાહેરાત પણ કરી હતી. વાયુ સેના દ્વારા એ પણ જણાવ્યું હતું કે ટીમ ઈસરો સહિત વિવિધ એજન્સીઓની તકનીક અને સેંસર સાથે વિમાનથી શોધખોળના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.આ પહેલા વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ શનિવારે જોરહાટની મુલાકાત લીધી હતી. ગુમ થયેલા વિમાન અંગે વિસ્તૃત જાણકારી મેળવ્યા બાદબાદ તેઓએ તે અધિકારીઓ અને વાયુ સેનાના કર્મીઓના પરિવારો સાથે મુલાકાત કરી, જે ભારતીય વાયુસેના વિમાનમાં સવાર હતા.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )