વડોદરા જિલ્લાના ગ્રામ્ય અને  નગરપાલિકા વિસ્તારોમાં શું ચાલુ રહેશે.. શું પ્રતિબંધિત રહેશે..

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

જિલ્લા કલેકટર ની સૂચનાથી અધિક જિલ્લા મેજિસ્ટ્રટે બહાર પાડ્યું જાહેરનામું

આ જાહેરનામું તા.૧૭ મી મે સુધી અમલમાં રહેશે

 વિશ્વભરમાં કોરાના વારયસ COVID – 19 ને  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દવારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે . ભારતમાં પણ કોરાના વારયસ COVID – 19ના કેસોનું પ્રમાણ વધારે જોવા મળેલ છે . જે અન્વયે કેન્દ્ર સરકારશ્રી દવારા જકોરાના વારયસ COVID – 19 ના ઝડપી સક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની અવર જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ કોરાના વારયસ COVID – 19ને ફેલાતો અટકાવવા કેન્દ્ર સરકારશ્રી દવારા લોકડાઉન તા . ૧૭ / ૫ / ૨૦૨૦ સુધી લંબાવવામાં આવ્યું છે . 

દેશના વિવિધ જિલ્લાઓને કોરોના વાયરસના સંક્રમણના આઘારે રેડ ઝોન ( હોટસ્પોટ ) , ગ્રીન ઝોન , અને ઓરેજ ઝોનમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે . તે મુજબ વડોદરા જિલ્લાનો રેડ ઝોનમાં સમાવેશ થાય છે . આ વર્ગીકૃત કરેલા જિલ્લાઓમાં વિવિધ પ્રકારની છુટછાટ જાહેર કરવામાં આવી છે . 

વડોદરા મહાનગર પાલિકા સિવાયના નગરપાલિકા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ ની સૂચનાથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ , શ્રી ડી. આર.પટેલે વડોદરા  ફોજદારી કાર્યરીતિ અધિનિયમ – ૧૯૭૩  ની કલમ – ૧૪૪ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ – ૩૪ થી લોકડાઉનનો સમયગાળામાં વધારો થતાં તા . ૦૪ / ૦૫ / ૨૦૨૦ થી બે અઠવાડીયા સુધી અમલમાં રહે તે રીતે જિલ્લાના જોખમી રૂપરેખાને ધ્યાનમાં રાખી તેના રેડ ઝોન ( હોટસ્પોટ ) , ગ્રીનઝોન અને ઓરેન્જ ઝોનને ધ્યાનમાં રાખી આ નવી માર્ગદર્શિકા અમલમાં રહેશે . જે મુજબ  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી , વડોદરા દવારા  કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે . તે તમામ ઝોનમાં તા . ૪ / ૫ / ૨૦૨૦થી બે અઠવાડિયા સુધી નીચેની પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે . તબીબી સેવાઓ , એર એમ્બુલન્સ અને સલામતીના હેતુ માટે અથવા ગૃહ મંત્રાલય દવારા પરવાનગી આપવામાં આવેલ હેતુઓ સિવાય તમામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીઓ . સલામતીના હેતુ માટે અથવા ગૃહ મંત્રાલય દવારા પરવાનગી આપવામાં આવેલ હેતુઓ સિવાય રેલ્વે મારફતે થતી મુસાફરી . ગૃહ મંત્રાલય દવારા પરવાનગી આપવામાં આવેલ હોય તે સિવાય આંતર રાજય પરીવહન માટેની બસ . મેટ્રો રેલ સેવાઓ . તબીબી કારણોસર અથવા ગૃહ મંત્રાલય દ્વારા પરવાનગી આપવામાં આવેલ પ્રવૃત્તિઓ સિવાય વ્યકિતઓની આંતર રાજય અવર જવર . તમામ પ્રકારની શૈક્ષણિક , તાલિમ અને કોચિંગ સંસ્થાઓ વિગેરે બંધ રહેશે . તેમ છતાં , ઓન લાઇન / ડીસ્ટન્સ લર્નિગને પરવાનગી રહેશે . આરોગ્ય / પોલીસ / સરકારી અધિકારીઓ / આરોગ્ય કામદારો , પ્રવાસીઓ સહિત અટવાયેલ વ્યકિતઓ અને કોરન્ટાઇન સુવિધા માટે ઉપયોગમાં હોય તે સિવાયની આતિથ્ય સેવાઓ . તમામ સિનેમા હોલ , મોલ , શોપિંગ કોમ્લેક્ષ , જીમખાના , રમત – ગમત સંકુલ , સ્નાનાગાર , આનંદપ્રમોદની જગ્યા , થિયેટર , બાર અને ઓડિટોરીયમ , સભાખંડ અને આવી સમાન જગ્યાઓ . તમામ સામાજીક / રાજકીય / રમત – ગમત / આનંદપ્રમોદ / શૈક્ષણિક સાંસ્કૃતિક / ધાર્મિક કાર્યક્રમો કે અન્ય મેળાવડાઓ . બધી જ ધાર્મિક જગ્યાઓ / પુજા સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે . તમામ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો / મેળાવડાઓ પર ચૂસ્ત પ્રતિબંધ રહેશે . દારૂ , પાન , ગુટખા , તંબાકુ વિગેરેના વેચાણ કરતી દુકાન ચાલુ રાખી શકશે નહી. 

સાંજના ૭ : ૦૦ થી સવારના ૭ : ૦૦ વાગ્યા સુધી તમામ અનાવશ્યક પ્રવૃત્તિઓ માટે લોકોની અવર – જવર પર સખત પ્રતિબંધ રહેશે . તમામ ઝોનમાં રાષ્ટ્રીય નિર્દેશો મુજબ આવશ્યક જરૂરિયાતોની પ્રાપ્તિ અને આરોગ્યના હેતુઓ સિવાય , ૬૫ વર્ષની ઉપરની વ્યકિતઓ , એક કરતાં વધુ રોગ ધરાવતી વ્યકિતઓ , સગર્ભા સ્ત્રીઓ અને ૧૦ વર્ષથી ઓછી ઉમર ધરાવતા બાળકો ઘર પર જ રહેશે . મંજૂરી રહેશે નહી . તેમ છતાં રેડ , ગ્રીન અને ઓરેંજ ઝોનમાં સામાજિક દૂરી અને યોગ્ય સાવચેતીના પગલાઓ સાથે આ પ્રવૃત્તિઓ સંચાલન કરવાની મંજુરી રહેશે . 

      કન્ટેઈનમેન્ટઝોનમાં પ્રવૃત્તિઓ 1 . સધન સીમારેખા નિયંત્રણ . અવર જવર માટેના ચોકકસ સ્થળો , રસ્તાઓ નકકી કરવા . ii . માત્ર ચીજવસ્તુઓ અને સેવાઓનો પુરવઠો જાળવવા માટે અને તબીબી ઈમરજન્સી માટે જ વ્યકિતઓ અવર જવર કરી શકશે . ચકાસણી કર્યા સિવાય વ્યકિત અને વાહનો અંદર પ્રવેશી શકશે નહી . સીમા રેખામાં અંદર આવતા કે બહાર જતાં વ્યકિતઓની વિગતોનું રેકર્ડ રાખવાનું રહેશે 

   .V . કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર , રેડઝોન ( હોટસ્પોટ ) ની પ્રવૃત્તિઓ  પ્રતિબંધિત પ્રવૃતિઓ ઉપરાંત નીચે જણાવેલ પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે : 

a . સાયકલ રિક્ષા અને ઓટો રિક્ષા . b . ટેકરીઓ અને કેબ એકત્રીકરણની સેવાઓ . C . જિલ્લાની અંદર કે જિલ્લાની બહાર બસોનું સંચાલન . d . વાળંદની દૂકાન , સ્પા અને સલૂન . નીચે મુજબની પ્રવૃત્તિઓની નિર્દિષ્ટ પ્રતિબંધો સાથે પરવાનગી રહેશે . a . મંજૂરી આપવામાં આવેલ પ્રવૃત્તિઓ માટે વ્યકિતઓ અને વાહનોની અવર જવર જેમાં ફોરવડીલર વાહનોના કિસ્સામાં વાહન ચાલક ઉપરાંત મહત્તમ બે મુસાફરો અને દ્વીચક્રી વાહનોના કિસ્સામાં માટે પાછળ બેસવાની મંજુરી રહેશે નહી . 

નગરપાલિકા વિસ્તારમાં મંજૂરીપાત્ર ઔદ્યોગિક એકમો : માત્ર વિશેષ આર્થિક ક્ષેત્ર ( SEZs ) , નિકાશલક્ષી એકમો ( EOUS ) , નિયંત્રિત પ્રવેશ સાથે ઔધોગિક વસાહતો અને ઔદ્યોગિક નગર , દવાઓ , ફાર્માસ્યુટીકલ્સ , તબીબી ઉપકરણો , તેઓની કાચી પેદાશો અને ઈન્ટર મીડીએટ સહિત આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન એકમો , નિર્માણ એકમો કે જેમાં સતત પ્રક્રિયાની જરૂર હોય અને તેઓની પુરવઠા સાંકળ , આઈ . ટી . હાર્ડવેરનું ઉત્પાદન , અલગ – અલગ પાળી ( STAGGERED SHIFT એકમો .  

 ગ્રામ્ય વિસ્તારોમાં તમામ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ચાલુ રહેશે . નગરપાલિકા વિસ્તારમાં મંજુરી પાત્ર બાંધકામ પ્રવૃત્તિઓઃ જયાં સ્થળ પર જ મજુરો ઉપલબ્ધ છે અને બહારથી મજૂરો લાવવાની જરૂરિયાત ન હોય તેવા અને બિન પરંપરાગત ઉર્જાના બાંધકામ સાથે સંકળાયેલ પ્રોજેકટ . – ગ્રામ્ય વિસ્તારોમાં તમામ બાંધકામ પ્રવૃત્તિઓ ચાલુ રહેશે . શહેરી વિસ્તારો એટલે કે નગરપાલિકાની હદમાં આવતા તમામ મોલ , માર્કેટ કોમ્પલેક્ષ અને માર્કેટ બંધ રહેશે . તેમ છતાં , આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી માર્કેટ અને માર્કેટ કોમ્પલેક્ષની દુકાનો ચાલુ રહેશે . નગરપાલિકા વિસ્તારમાં આવશ્યક અને અનઆવશ્યકના તફાવતને ધ્યાનમાં લીધા સિવાય , તમામ સ્વતંત્ર દુકાનો ( Standalone shop ) નજીકમાં આવેલ દુકાનો ( Nelghbourhood shop ) અને રહેણાંક સંકુલોમાં આવેલી દુકાનો ચાલુ રહેશે . ગ્રામ્ય વિસ્તારમાં આવશ્યક અને અનઆવશ્યકના તફાવતને ધ્યાનમાં લીધા સિવાય , મોલમાં ન હોય તેવી તમામ દુકાનો ચાલુ રહેશે . તમામ કિસ્સાઓમાં ફરજિયાતપણે સામાજિક દુરી ( બે ગજ કી દુરી ) જાળવવાની રહેશે . આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલ ઈ – કોમર્સ પ્રવૃત્તિઓ ચાલુ રહેશે . ખાનગી કચેરીઓ જરૂરિયાત મુજબ ૩૩ % સ્ટાફ સાથે સંચાલિત કરી શકાશે બાકીના વ્યકિતઓ ઘરેથી કામ કરી શકશે . તમામ સરકારી કચેરીઓમાં નાયબ સચિવ અને તે ઉપ૨ની જગ્યાઓના અધિકારીઓ ૧૦૦ % હાજરી સાથે કાર્ય કરશે . બાકીનો સ્ટાફ ૩૩ % સુધી જરૂરીયાત મુજબ હાજર રહી શકશે તેમ છતાં , સંરક્ષણ અને સલામતી સેવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ , પોલીસ , જેલ , હોમગાર્ડઝ , નાગરિક સંરક્ષણ , અગ્નિશામક અને આકસ્મિક સેવાઓ , આપદા વ્યવસ્થાપન અને તેને લગત સેવાઓ , N . I . C , આબકારી , FCI , NCC , નહેરુ યુવાકેન્દ્ર અને મ્યુનિસિપલ સેવાઓ કોઈપણ પ્રતિબંધ વગર કામ કરી શકશે , જાહેર સેવાઓ પુરી પાડવામાં આવે તે સુનિશ્ચિત કરવાનું રહેશે અને આ માટે જરૂરી સ્ટાફનો ઉપયોગ કરવાનો રહેશે . 

કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર ઓરેંજ ઝોનમાં  પ્રતિબંધિત પ્રવૃત્તિઓ ઉપરાંત નીચે જણાવેલ પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે : a . જિલ્લાની બહાર અને જિલ્લાની અંદર બસનું પરિવહન કરી શકશે નહી . નિર્દિષ્ટ કરેલ પ્રતિબંધો સાથે નીચેની પ્રવૃત્તિઓ કરી શકાશે : a . માત્ર એક વાહન ચાલક અને બે મુસાફરો સાથે ટેકસી અને એકત્રિત કેબ સેવાઓ . માત્ર મંજુરી મળેલ પ્રવૃત્તિઓ માટે વ્યકિતઓ અને વાહનો આંતર જિલ્લા અવર – જવરને મંજુરી રહેશે . ફોર વ્હીલર વાહનોના કિસ્સામાં વાહન ચાલક ઉપરાંત મહત્તમ બે મુસાફરો મુસાફરી કરી શકશે આ માર્ગદર્શિકા હેઠળ વિવિધ ઝોનમાં પ્રતિબંધિત નિયંત્રણોને આધિન પરવાનગીને નિર્દિષ્ટ કરવામાં આવેલ નથી તે તમામ અન્ય પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે . તેમ છતાં , જિલ્લાની પરિસ્થિતિનું આકલન કરીને અને COVID – 19 ના પ્રસાર અટકાવવાના મુખ્ય હેતુને ધ્યાનમાં રાખીને પરવાનગી પાત્ર પ્રવૃત્તિઓમાંથી જરૂર મુજબના નિયંત્રણો સાથે માત્ર ચોકકસ પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકશે . તમામ રાજયો , કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાલી ટ્રક સહિત માલસામાન | કાર્ગો ની આંતર રાજય અવર – જવરને મંજુરી રહેશે . 10 . કોઈપણ રાજય / કેન્દ્રશાસિત પ્રદેશ પાડોશી દેશ સાથે કરેલ સંધિઓ હેઠળના સીમાપરના વ્યાપારના કાર્ગોની અવર જવર અટકાવી શકશે નહિ . 11 . લોક ડાઉન પગલાં અંગેની માર્ગદર્શિકા હેઠળ તા . ૦૩ / ૦૫ / ૨૦૨૦ સુધી સંચાલન માટે અગાઉથી જ મંજૂરી આપવામાં આવેલ પ્રવૃત્તિો માટે સત્તા મંડળ પાસેથી કોઈ અલગ , નવી પરવાનગી લેવાની આવશ્યકતા નથી . ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ નીચે મુજબની ધોરણસરની કાર્યપધ્ધતિઓ ( SOPs ) ચાલુ રહેશે . તા . ૨ / ૪ / ૨૦૧૦ ના હુકમથી બહાર પાડવામાં આવેલ ભારતમાં વિદેશી નાગરિકોના પરિવહન વ્યવસ્થા અને કવોરોન્ટીન વ્યકિતઓની મુકિત અંગેની ધોરણસરની કાર્ય પધ્ધતિઓ ( SOPs ) ચાલુ રહેશે . i . તા . ૨૪ / ૨૦૨૦ ના હુકમથી ના બહાર પાડવામાં આવેલ રાજયો | કેન્દ્રશાસિત પ્રદેશોમાં અટવાયેલા મજૂરોની રાજયની અંદર અવર – જવરની ધોરણસરની કાર્ય પધ્ધતિઓ ( SOPs ) ચાલુ રહેશે . તા . ૨૧ / ૪ / ૨૦૨૦ ના હુકમથી બહાર પાડવામાં આવેલ ભારતીય નાવિકો માટેની આવવાની ( siGN – ON ) અને જવાની ( SIGN – OFF ) ની ધોરણસરની કાર્ય પધ્ધતિઓ ( SOPs ) ચાલુ રહે શે.  

અટવાયેલા સ્થળાંતરીત મજૂરો , યાત્રાળુઓ , પ્રવાસીઓ , વિધાર્થીઓ અને અન્ય વ્યકિતઓની માટેની અવર – જવર ધોરણસરની કાર્ય પધ્ધતિઓ ( SOPs ) ચાલુ રહેશે . iv , તા . ૧ / ૫ / ૨૦૧૦ ના હુકમથી બહાર પાડવામાં આવેલ અટવાયેલા સ્થળાંતરીત મજૂરો યાત્રાળુઓ , પ્રવાસીઓ , વિદ્યાર્થીઓ અને અન્ય વ્યકિતઓની રેલ્વે દ્વારા અવર – જવર માટેની ધોરણસરની કાર્ય પધ્ધતિઓ ( SOPs ) ચાલુ રહેશે . 12 . લોકડાઉન માર્ગદર્શિકાનું ચૂસ્તપણે અમલીકરણ : રાજયન્દ્રિશાસિત પ્રદેશો આપદા વ્યવસ્થાપન અધિનિયમ – ૨૦૦૫ હેઠળ બહાર પાડવામાં આવેલ આ માર્ગદર્શિકા કોઈપણ રીતે હળવી કરી શકશે નહી અને તેનો ચૂસ્તપણે અમલ કરવાનો રહેશે . 13 . લોકડાઉન પગલાંઓના અમલીકરણ બાબતે સૂચનાઓ : i . જાહેર અને કામના સ્થળોએ એનેક્ષર – ૧ મુજબ ઉકત લોક ડાઉન પગલાઓ અને COVID – 19 ના વ્યવસ્થાપન બાબતે રાષ્ટ્રીય માર્ગદર્શિકાનો ચૂસ્તપણે અમલ કરવાનો રહેશે . આ નિયંત્રણોના પગલાંને અમલમાં મુકવા માટે  સ્થાનિક અધિકાર ક્ષેત્રોમાં એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ ઈન્સિડેન્ટ કમાન્ડર તરીકે નિમણૂંક કરેલ છે . આ ઈન્સિડન્ટ કમાન્ડર તેમના સંબંધિત અધિકાર ક્ષેત્રમાં આ પગલાઓના સંપૂર્ણ અમલ માટે જવાબદાર રહેશે . ઈન્સીડેન્ટ કમાન્ડરના માર્ગદર્શન હેઠળ અન્ય વિભાગના અધિકારીઓ તેમના નિર્દિષ્ટ ક્ષેત્રોમાં કાર્ય કરશે . ઈન્સિડેન્ટ કમાન્ડર આવશ્યક અવર – જવર માટે પાસ ઈસ્યુ કરશે . ઈન્સીડેન્ટ કમાંડર , ખાસ સુનિશ્ચિત કરશે કે , હોસ્પીટલના માળખાગત સુવિધાના એકત્રીકરણ અને વિસ્તરણ માટેના સંશાધનો , કામદારો અને વસ્તુઓની ગતિશીલતા કોઈ અવરોધ વિના ચાલુ રહે તેવા પ્રયત્નો કરશે

આ  હુકમ જે વ્યકિત સરકારી ફરજ ઉપર અથવા રોજગારીમાં હોય તેમજ ગુજરાત સરકારશ્રી દવારા જાહેર કરેલ રોજીંદા જીવન જરૂરીયાતની આવશ્યક ચીજવસ્તુઓના ઘંઘા / વ્યવસાયમાં સંકળાયેલા લોકોને તેમજ સક્ષમ અધિકારીશ્રીની મંજુરી મેળવનારને લાગુ પડશે નહી .  આ જાહેરનામું પોલીસ કમિશનરશ્રી , વડોદરા શહેરની હકુમત સિવાયનો વડોદરા ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે તા.૧૭/૦૫/૨૦૨૦ ( નગરપાલિકા વિસ્તાર સહિત ) સુધી અમલમાં રહેશે. 

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા – ૧૮૬૦ ની કલમ – ૧૮૮ , ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન , ૨૦૨૦ તથા એપેડિમીક એકટ ૧૮૯૭ની જોગવાઇ અને ઝાસ્ટર મેનેજમેંટ એક્ટ ની કલમ – ૫૧ થી ૬૦ મુજબ શિક્ષાને પાત્ર થશે .  

વડોદરા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી પોલીસ સબ ઇન્સપેક્ટર તેમજ હેડ કોસ્ટેબલ સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા – ૧૮૬૦ની કલમ – ૧૮૮ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ની કલમ – ૫૧ થી ૬૦ મુજબ ફરીયાદ માટે અધિકૃત કરવામાં આવે છે . જાહેરમાં ઘૂંકવાની મનાઇ છે . તથા માસ્ક પહેરવાનું અથવા ચહેરા ઢાકવાનું ફરજીયાત હોવાથી કોઇપણ વ્યકિત જાહેરમાં થુકતા પ્રથમવાર પકડાશે તો રૂ . ૩૦૦ અને બીજીવાર પકડાશે તો રૂ . ૫૦૦ . ૦૦નો દંડ કરવામાં આવશે . તે જ રીતે કોઇપણ વ્યકિત માસ્ક પહેર્યા સિવાય અથવા ચહેરા ઢાંકયા સિવાય માલુમ પડશે તો પ્રથમવાર પકડાશે તો રૂ . ૩૦૦ અને બીજીવાર પકડાશે તો રૂ . ૫૦૦ . ૦૦નો દંડ કરવામાં આવશે આવા દંડની રકમ ફરજ પરના હેડ કોસ્ટેબલ કે તે ઉપરના તમામ પોલીસ અધિકારીશ્રીઓ , મહેસુલી તલાટી / તલાટી – કમ – મંત્રી કે તે ઉપરના તમામ મહેસુલી અધિકારીશ્રીઓ તથા તે સિવાય અન્ય શાખા કે કચેરીના કિસ્સામાં શાખા અધિકારી કે કચેરીના વડા , સેનેટરી ઇન્સ્પેકટરશ્રી કે તે ઉપરના તમામ અધિકારીશ્રીઓ દવારા સ્થળ ઉપર વસુલ કરવામાં આવશે .

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )