નર્મદામાં જિલ્લામાં આજદિન સુધી 575 કેસ કરી 1867 ઈસમો વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કુલ 955 વાહનો ડિટેઇન કરી કુલ રૂ.212000 દંડ વસુલ કરવામાં આવ્યા.

નર્મદા જિલ્લામાં આજદિન સુધી કુલ 575 કેસ કરી 1176 ઈસમો વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે તેમજ 955 વાહનો ડિટેઇન કરી કુલ રૂ.212000/-નો દંડ વસુલ કરવામાં આવ્ય છે.
સરકાર દ્વારા લોકડાઉનની અવગણના કરતા ઇસમો સામે જાહેરનામા ભંગના ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવતા નર્મદા પોલીસ દ્વારા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ડ્રોન તેમજ સીસીટીવી તેમજ અન્ય રીતે ચાંપતી નજર રાખી લોકડાઉન તથા જાહેરનામાનો ભંગ કરનારા ઈસમો સામે તા.25 /3 /20 થી 27 /4 /20 સુધી કુલ 575 કેસો કરવામાં આવેલ જે પૈકી ડ્રોન દ્વારા 36તથા સીસીટીવીના 33 કેસો સહિત કુલ 1167 ઇસમોંએ અટક કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
તેમજ લોકડાઉન ની અવગણના કરી રોડ વાહનો સાથે ફરતા તા. 25 /3 /20 થી આજદિન સુધી સાથ કુલ -955 વાહનો ડિટેઇન કરી કુલ 212000/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )