છોટાઉદેપુરના ફેરકુવા પાસેની આંતરરાજય સરહદ સીલ કરાઇ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  

કોરોના મહામારીને અનુલક્ષીને ચાલી રહેલા લોકડાઉન દરમિયાન છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે જિલ્લાની મધ્યપ્રદેશને અડીને આવેલી સરહદ સીલ કરવામાં આવી છે. ફેરકુવા પાસે ચેકપોસ્ટ પર રાતદિવસ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રિત કરવા માટ છોટાઉદેપુર જિલ્લા કલેકટર સુજલ મયાત્રાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક એમ.એસ.ભાભોરની ટીમ દ્વારા ખડેપગે કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા છોટાઉદેપુર જિલ્લામાં મધ્યપ્રદેશમાંથી આવન જાવન અટકાવવા તથા છોટાઉદેપુર જિલ્લામાંથી મધ્યપ્રદેશ તરફ કોઇ જઇ ન શકે એ માટે ફેરકુવા ચેકપોસ્ટ પર જિલ્લા પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહ્યું છે. ફેરકુવા ચેકપોસ્ટ પાસેની આંતરરાજય સરહદને સીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના અન્ય સથ્ળોએ પણ જયાં આંતર જિલ્લા સરહદ આવેલી ત્યાં પણ પોલીસ દ્વારા ચેકપોસ્ટ બનાવી આંતર જિલ્લા આવન જાવન પર રોક લગાવવામાં આવી છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )