ઝઘડિયા તાલુકાના બમલ્લા ગામે આવેલી રાજશ્રી પોલીફીલ કંપની દ્વારા આજુબાજુના નવ જેટલા ગામોમાં જરૂરિયાત મંદ લોકોને અનાજની એક નાની કીટનું વિતરણ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

હાલ કોરોનાવાયરસ ના સંકટથી બચવા માટે સરકારના હુકમથી ધારા 144 લગાવી સમગ્ર દેશભરમાં તમામ રાજ્ય જિલ્લાઓને લોક ડાઉન કરવામાં આવ્યા છે. આવી પરિસ્થિતિમાં ગરીબ લોકો પીડાઇ રહ્યા છે. કેટલાક લોકો પાસે લોકડાઉન દરમિયાન બંધના કારણે ભોજન પણ નથી હોતું ત્યારે આવા ગરીબ લોકોને મદદ કરવાથી કેટલીક સંસ્થાઓ સામે આવી છે. એવી જ રીતે આજરોજ ઝઘડિયા તાલુકાના બમલ્લા ગામે આવેલી રાજશ્રી પોલીફિલ કંપની દ્વારા ઉમલ્લા, મામલા,વલી, વલ જેવા 9 ગામના ગરીબ વર્ગના જરૂરિયાત મંદ લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં તમામ આદિવાસીઓ અને મજૂરવર્ગના લોકો રહે છે. જે લોકોને આ કંપની દ્વારા વારંવાર સંકટના સમયમાં મદદ કરવામાં આવે છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )