કોમન પ્લોટમાં ક્રિકેટ રમતાં સાત ઇસમોની જાહેરનામાના ભંગ બદલ ધરપકડ કરતી ભરૂચ શહેર “ એ ‘ ડીવી . પોલીસ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કોરોના વાયરસ ( COVID – 19 ) ના જાહેરનામાનો ભંગ કરતાં ડ્રોન કેમેરા થી હવાઇ નિરીક્ષણ કરી સોસાયટીમા કોમન પ્લોટમાં ક્રિકેટ રમતાં સાત ઇસમોની જાહેરનામાના ભંગ બદલ ધરપકડ કરતી ભરૂચ શહેર “ એ ‘ ડીવી . પોલીસ

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશમાં નોવેલ કોરોના વાયરસ ( COID 15 ) ફેલાયેલ છે . જે અનુસંધાને નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગ રૂપે ભરૂચ જીલ્લા કલેકટર શ્રી મારફતે બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂ કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ ના ઓ તરફથી સુચના મળતા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી . પી , વાધેલા નાઓના માર્ગ દર્શન હેઠળ ભરૂચ શહેર ” એ ” ડીવીઝન પોલીસ દ્વારા જાહેરનામાની અમલવારી દરમ્યાન માં ભરૂચ શહેર વિસ્તારમાં ડ્રોઅન કેમેરાથી હવાઇ નિરીક્ષણ રાખી જાહેરનામાના ભંગ કરનાર ઇસમો ઉપર કડકાઇથી કાર્યવાહી કરવા અનુસંધાને આજરોજ શક્તિનાથ વિસ્તારમાં આવેલ સ્વસ્તિક નગર સોસાયટીમાં કેટલાક ઈસમો જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં ક્રીકેટ રમતા હોય તેઓની ઉપર ડ્રોઅન કેમેરા મારફતે દેખરેખ રાખી અને સાત જેટલા ઇસમોને જાહેરનામાના ભંગ કરતા ઇસમો વિરૂધ્ધમાં ઇ . પી . કો . કલમ ૨૬૯, ૧૮૮ , તથા એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ તથા ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન ૨૦૨૦ ની કલમ ૧૩ ( ૧ ) મુજબની કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે .

પકડાયેલ ઇસમો
( ૧ ) ધ્રુવ ભીખાભાઇ ચૌહાણ રહે , એ / ૩૩ , સ્વસ્તીક નગર સોસા , લિકરોડ , ભરૂચ
( ર ) મેહુલ રાજેશભાઈ ચૌહાણ રહે , એ ૩૩ , સ્વસ્તીક નગર સોસા , લિકરોડ , ભરૂચ
( ૩ ) નિકુંજભાઇ મુકેશભાઇ મોદી રહે , ડી૮ , નારાયણ ન ગર – ર શકિતનાથ , ભરૂચ
( ૪ ) ધવલ પ્રફુલભાઇ મહેતા રહે , એ / ૨૯ , સ્વસ્તીક નગર , લિકરોડ , ભરૂચ
( ૫ ) વિશાલ હર્ષદભાઇ દુધવાલા રહે . બી / ૩ , સ્વસ્તીક નગર , લિકરોડ , ભરૂચ
( ૬ ) તિર્થેશકુમાર ભરતભાઇ શાહ રહે એ જ સ્વસ્તક નગર , લિકરોડ , ભરૂચ
( ૭ ) અંકુરભાઇ સુરેશ ભાઈ નાઇ રહે , એ / ૨૭ , સ્વસ્તીક નગર , લિકરોડ બ૩ – કામગીરી કરનાર અધિકારી / કર્મચારી
( ૧ ) પોસઇ વિ.જે.પુરોહીત ( ર ) ASI રમેશચંદ્ર હીમતલાલ બ . નં ૧૭૦૪ તથા અન્ય પોલીસ સ્ટાફ

( એ કે ભરવાડ ) ,
પોલીસ ઇન્સ્પેકટર ભરૂચ શહેર એ ડીવી પો સ્ટે

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )