અતિ સંવેદનશીલ એવા નોવેલ કોરોના વાયરસ (COVID-19) ને ફેલાતો અટકાવવા તેમજ ભરૂચ જીલ્લામાં લોકડાઉનને ૧૦૦% સફળ બનાવવા જાહેર જનતાને ભરૂચ પોલીસની અપીલ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ જિલ્લાના દરેક નાગરીકને વિનંતી કે પોતે સ્વૈચ્છિક રીતે પોતાની સોસાયટી કે ગામ લોકડાઉન કરે અને બહારના વ્યકિતને પોતાના ગામ તથા સોસાયટીમાં આવવા ન દે. બહારથી આવેલ વ્યક્તિમાં કોરોના વાયરસના લક્ષણ હોઇ શકે છે જેથી પોતાના ગામ કે સોસાયટીના લોકો ને બહાર જવા ન દેવા. જનતા દ્વારા લોકડાઉનનુ પાલન ન થવાથી પોલીસ પણ હેરાન થાય છે. પોલીસ કેંદ્ર સરકાર શ્રી તથા રાજ્ય સરકાર શ્રી દ્વારા આપવામા આવેલ ગાઇડલાઇન મુજબ તમારી સુરક્ષા માટે જ રોડ ઉપર ૨૪ કલાક ફરજ બજાવે છે. પણ જો આપ પોતે જ લોકડાઉન કરશો તો દરેક ને આસાની થશે. કોઇ પણ મહેમાન કે બહારના માણસો ને પોતાની સોસાયટીમાં ન આવવા દેવા અને પોતાની સોસાયટીના ગેટ પર બોર્ડ મારી બંઘ કરી દેવી. પોતાની સોસાયટી અને ગામને બચાવવાની પોતાની જવાબદારી સમજી કોરોના વાયરસને ફેલાતો રોકવાની તથા તમારા પરીવાર કુટુંબના સભ્યોને આ વાયરસની અસરના થવાની કામમાં ભાગીદાર થશો.

ઘરમા રહો સુરક્ષિત રહો
ભરૂચ પોલીસ આપની સાથે આપની માટે હંમેશ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )