પગપાળા સ્થળાંતર કરતાં મજૂરોના કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

દેશના અનેક રાજ્યોમાંથી મજૂરોનું સ્થળાંતર ચિંતાનું કારણ બની ગયું છે. મજૂરો પગપાળા જ પરિવાર સાથે વતન પરત ફરી રહ્યા છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જેમાં માંગ કરવામાં આવી છે કે કોર્ટ વહીવટી તંત્રને આ લોકોને આશ્રયસ્થાન અને અન્ય તમામ સુવિધાઓ પૂરી પાડવા આદેશ કરે. લોકડાઉનનો આજે ચોથો દિવસ છે. લોકડાઉન દરમિયાન સૌથી વધુ સમસ્યા મજૂરોની વધી છે. દરરોજ કમાય અને ખાતા આ મજૂરોની સામે સૌથી મોટી સમસ્યા રોજગાર છે. તેમની પાસે હાલ કોઈ કામ નથી. આવી સ્થિતિમાં તે વતન પરત ફરવા પગપાળા જે તે રાજ્યોમાંથી સ્થળાંતર કરવા લાગ્યા છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )