PM મોદી અને CM રૂપાણી સરકારે કોરોનાની મહામારી વચ્ચે મધ્યમ-ગરીબ વર્ગને આપી મોટી ભેટ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

PM મોદી અને CM રૂપાણી સરકારે કોરોનાની મહામારી વચ્ચે મધ્યમ-ગરીબ વર્ગને આપી મોટી ભેટ*વ્યાજદરમાં ઘટાડો, EMI અને વ્યાજ પર મળશે રાહત, લોન સસ્તી થશે* *માર્ચ-એપ્રિલ મહિનાનાં વીજ બીલ ૧૫મી મે સુધી ભરી શકાશે, વૃદ્ધો અને નિરાધાર લોકોને ઘર બેઠા ભોજન મળે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી : હેલ્પલાઈન નં. ૧૦૭૦નો સંપર્ક સાધવાથી કોઈપણ પ્રકારની મદદ-વ્યવસ્થા મળશે* *છેલ્લા ૨૪ કલાકમાં કેન્દ્ર-રાજ્ય સરકારનાં મહત્વપૂર્ણ નિર્ણયો વાંચો આ લેખમાં.. વધુમાં વધુ લોકોમાં શૅઅર કરો..* કોરોના વાયરસની મહામારીને કારણે દેશ-રાજ્યમાં થઈ રહેલા આર્થિક નુકસાનને પહોંચી વળવા કેન્દ્ર-રાજ્ય સરકાર તરફથી એક પછી એક જાહેરાત કરવામાં આવી રહી છે. ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા છેલ્લાં ૨૪ કલાકમાં કેટલાંક એવા નિર્ણયો લેવામાં આવ્યા છે જેના કારણે કોરોનાની કટોકટી વચ્ચે આર્થિક બાબતોની ચિંતા કરી રહેલા ગરીબ-મધ્યમ વર્ગને મોટી રાહત મળશે. ઉપરાંત રૂપાણી-મોદી સરકાર દ્વારા કેટલાંક એવા સંવેદનાસ્પર્શી નિર્ણયો લેવામાં આવ્યા છે જે સમાજનાં દરેક વર્ગને લાભકર્તા છે. જેમ કે, *કેન્દ્ર સરકાર* * રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ નીતિગત વ્યાજદરોમાં ઘટાડો કર્યો * રેપો રેટમાં 0.75 બેસિસ પોઈન્ટનો ઘટાડો, નવો રેપો રેટો 4.4 ટકા * રિવર્સ રેપો રેટમાં 90 બેસિસ પોઈન્ટનો ઘટાડો, નવો રેટ 4 ટકા * બધી બેંકો માટે કેશ રિઝર્વ રેશિયોમાં 100 બીપીએસનો ઘટાડો * CRRમાં 100bpsનો ઘટાડો, તેનાથી માર્કેટમાં 1.37 લાખ કરોડ રૂપિયા આવશે * SLR, CRR અને અન્ય પગલાંને કારણે સિસ્ટમને વધારાની 3.74 લાખ કરોડની લિક્વિડિટી મળશે * RBIએ કોમર્શિયલ અને ક્ષેત્રિય બેંકોને ત્રણ મહિનાના EMI અને વ્યાજ પર રાહત આપવાની સલાહ આપી * હોમ-કાર લોન સસ્તી થશે *રાજ્ય સરકાર* * જીઈબીનાં માર્ચ-એપ્રિલ મહિનાનાં તમામ વપરાશકારોનાં વીજ બીલ ૧પમી મે સુધી ભરી શકાશે * નાના-મોટા ઉદ્યોગો તેમજ વેપારી એકમોને જીઈબીનાં એપ્રિલ મહિનાનાં વીજ બીલમાં ફિક્સ ચાર્જ નહીં લેવાય * વપરાશનું જ બીલ લેવાશે તેવી પણ છૂટછાટ આપી * જો બીલ નિયમિત ન ભરાય તો પેનલ્ટી કે કનેકશન કાપી નાખવાની બાબત પણ મોકૂફ રાખવામાં આવી * આઠ મહાનગરોમાં એકલા વસવાટ કરતા નિ:સહાય વૃદ્ધ વડિલો અને નિરાધાર વ્યક્તિઓને ઘેર બેઠા વિનામૂલ્યે ભોજન અપાશે * અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરોમાં ઘરે એકલા રહેતા હોય અને ટિફિન મંગાવી ભોજન કરતા હોય તેવા નિ:સહાય વૃદ્ધ વડિલોને અને નિરાધાર વ્યક્તિઓને ઘરે બેઠા વિનામૂલ્યે ભોજન સેવા શરૂ કરવામાં આવી * આઠ મહાનગરોમાં સંપર્ક સૂત્ર અધિકારીઓની સંકલન અને ભોજન વ્યવસ્થા માટે નિયુક્તિ પણ કરવામાં આવી * ગાંધીનગરમાં 24/7 સેન્ટ્રલાઈઝડ કંટ્રોલ રૂમ બનાવાયો, નાગરિકો ગમે ત્યારે કોલ કરી શકશે * સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી એક મહિના માટે ઓફલાઈન પદ્ધતિએ રાશન-અનાજ અપાશે * અન્ય રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિમાં સ્થગિત થઈ ગયેલા ગુજરાતી યાત્રિકો મુસાફરો માટે જે તે રાજ્યમાં આવાસ - ભોજન વ્યવસ્થામાં રાજ્ય સરકાર સહાય સંકલન કરશે * હેલ્પલાઈન નંબર ૧૦૭૦નો સંપર્ક સાધવાથી મદદ - વ્યવસ્થા કરાશે * બિયારણ-ખાતર અને પેસ્ટીસાઈઝડ આવશ્યક ચીજવસ્તુઓ તરીકે જાહેર કરાઈ - જરૂરિયાત પ્રમાણે વિતરણ થઈ શકશે _અવસર હોય કે આપત્તિ.. મોદી-રૂપાણી સરકાર એટલે સદાય આપણી સેવા કરતી સરકાર.. જન-જન માટે તન-મન-ધનથી સહાય કરવા - સુવિધા આપવા કાર્યરત સરકાર.._ _કોરોના વાયરસને પગલે લોકડાઉનની સ્થિતિમાં કેન્દ્ર-રાજ્ય સરકાર જનતા જનાર્દનની પડખે_

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )