મોરબી સિરામિક ઉદ્યોગકારોએ માનવતા નેવે મૂકી : સિરામિક કારખાનાઓમાં કામ કરતા મજૂરો ભુખ્યા પેટે ચાલીને વતન જવા મજબુર

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

મોરબી જિલ્લા કલેક્ટરે સિરામિક એસો.ના પ્રમુખને બોલાવી તાકિદ કર્યાની કોઇ નોંધ ન લેવાઈ

વાંકાનેર : વિશ્વભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે કોરોનાને નાથવાના પ્રયાસરૂપે ભારત સરકાર દ્વારા પણ અસરકારક પગલાં ભરવામાં આવી રહ્યા છે અને લોકોની સેવા માટે સામાજિક સંસ્થાઓ અને લોકો આ મહામારીમાં એકબીજાને મદદરૂપ થવા પ્રયાસ હાથ ધરી રહ્યા છે. સંપૂર્ણ ભારતમાં લોકડાઉન કરાતાં સામાન્ય મજુરો કે જે દરરોજનું કમાઈ દરરોજ ખાતો વર્ગ મહા મુસીબત માં મુકાયો છે લોકો થી બનતી મદદ તેઓને કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગકારો જાણે માનવતાને નેવે મુકી પોતાનો સ્વાર્થ સાધતા હોય તેવું ફલીત થઈ રહ્યું છે.

મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા સિરામિક ફેક્ટરીમાં કામ કરતા મજૂરોને અચાનક ફેક્ટરીઓ બંધ કરાતાં મજૂરોને છુટા કરવામાં આવેલ છે અને હવે ફરી પાછી જ્યારે ફેક્ટરીઓ ચાલુ થાય ત્યારે કામે આવવા જણાવવામાં આવેલ છે. સામાન્ય મજૂરી કરતા મજુરોમાં ઉપર આભ નીચે ધરતી જેવી હાલત અત્યારે થઈ રહી છે ન તો રહેવાની સગવડતા કે કામ વગર ન તો કાંઈ જમવાની વ્યવસ્થા આ પરિસ્થિતિમાં નાના બાળકો સાથે પરિવારનું ભરણપોષણ કેમ કરવું તે પણ તેઓને કોઇ અંદાજ નથી. પોતાના વતન જવા માટે કોઈ વાહનોની પણ કાંઈ વ્યવસ્થા ન હોવાથી મોરબી થી ચાલીને પોતાના વતનની વાટ પકડી ભૂખ્યા-તરસ્યા નાના બાળકો સાથે આગળ વધી રહ્યા છે.

આ અંગેની જાણ વાંકાનેરના ચાવડા ગીરીરાજસિંહ તેમજ હરેન્દ્રસિંહ ઝાલાને થતા પોતાની સેવાભાવી મનોવૃત્તિ થી ભૂખ્યા લોકોને સેવા માટે તાત્કાલિક બટાકાનું શાક ખીચડી અને સુકા નાસ્તાની વ્યવસ્થા કરી આપી તેમજ વાંકાનેર બાઉન્ટરી સુધી તેમના વાહનો દ્વારા આ મજુર લોકોને પહોંચાડવામાં આવ્યા. જ્યાં ચોટીલાના સેવાભાવીઓ આવી પહોંચ્યા હતા અને આ મજૂરોને લીંબડી તેમજ અમદાવાદ સુધી જતાં અન્ય વાહનોમાં બેસાડી મદદ કરવામાં આવેલ. શું મોરબીના સિરામિક ઉદ્યોગકારો એટલા માનવતાવાદી નથી કે તેમની ફેક્ટરી પર કામ કરતા મજૂરોને તેમના વતન સુધી પહોંચાડવા માટે મદદરૂપ થઈ શકે? વાહન વ્યવસ્થા ન કરી શકે તો કાંઈ નહીં પરંતુ તેમના વતન સુધી પહોંચવા માટે તેમના માટે રાસન પાણીની વ્યવસ્થા તો કરી જ શકે!! પરંતુ અફસોસ કે આવા ભયંકર મહામારી ના સમયે પણ મોરબીના સિરામિક ઉદ્યોગકારો પોતાની માનવતા ભૂલી પડ્યા છે. હજુ પણ રફાળેશ્વર અને વાંકાનેર બાઉન્ડ્રી પાસે ઘણા બધા મજૂરો છે જ જો સિરામિક ઉદ્યોગકારો માં થોડી ઘણી પણ માનવતા બચી હોય તો તેઓની સેવા કરી શકે છે.

મયુર રાવલ હળવદ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )