આજે 24મીએ રાજપીપળા ફરી એકવાર સજ્જડ બંધ રહ્યું તમામ દુકાનો બજારો બંધ રહ્યા.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આજે 24મીએ રાજપીપળા ફરી એકવાર સજ્જડ બંધ રહ્યું તમામ દુકાનો બજારો બંધ રહ્યા.
રાજપીપળા થી બે દિવસ સ્વયંભૂ સજ્જડ બંધ.
રાજપીપળામાં વિવિધ વેપારી મંડળ અને કાપડ એસોસિએશનને રાજપીપળાની 24 અને 25 મી માર્ચે દિવસ રાજપીપળાની દુકાનો બજારો બંધ રાખવાની જાહેરાત કરી.
આવશ્યક સેવાઓ મેડિકલ સ્ટોર, શાકભાજી, દૂધ અને તથા અનાજ કરિયાણું તથા પેટ્રોલ પંપ ચાલુ રહ્યા.
કોરોના ને માત આપવા આમ જનતા એ સ્વયંભુ બહાર નીકળવાનું બંધ કર્યું.
રાજપીપળા પોલીસે પાનગલ્લા તથા હોટલ રેસ્ટોરન્ટ પણ બંધ કરાવવા વિવિધ વેપારી મંડળે કલેકટર અને નર્મદા પોલીસને રજૂઆત કરતાં પાનના ગલ્લા તથા હોટેલ બંધ કરાવ્યા.
રાજપીપળા, તા. 24
નર્મદા ના વડામથક રાજપીપળા માં જનતા કરફ્યુ ની સફળતા પછી લોકોમાં કોરોના સામે લડવાની જાગૃતતા અને સતર્કતા આવી છે તેને ધ્યાને રાખી રાજપીપળા વિવિધ વેપારી મંડળ અને કાપડ એસોસિએશને રાજપીપળાની 24 અને 25 માર્ચ એમ બે દિવસ રાજપીપળાની તમામ દુકાન દુકાનો બજારો બંધ રાખવાની જાહેરાત કરી આજે પ્રથમ દિવસે 24મીએ વેપારીઓએ તમામ દુકાનો બંધ રાખતા આજે ફરી એકવાર રાજપીપળા સજ્જડ બંધ રહ્યું હતું.
રાજપીપળા વિવિધ વેપારી મંડળના પ્રમુખ જયંત ગાંધીએ જણાવ્યું હતું કે કોરોના એક પણ પોઝિટિવ કેસ રાજપીપળામાં ન આવે તે માટે રાજપીપળા આજથી બે દિવસ સ્વયંભૂ સજ્જડ બંધ રહેશે તમામ વેપારીઓએ પોતાની દુકાનો બે દિવસ બંધ રાખશે આમ જનતા પણ કામ સિવાય બહાર ન નીકળે તેવી અપીલ કરાઈ રાજપીપળા વાસીઓ પણ આજે ઘરમાં પુરાઈ રહેતા રાજપીપળા સજ્જડ બંધ રહ્યું હતું જોકે આવશ્યક સેવાઓ મેડિકલ સ્ટોર, શાકભાજી, દૂધ, અનાજ કરીયાણા તથા પેટ્રોલ પંપ ચાલુ રહ્યા હતા. કોરોના ને માત આપવા આમ જનતા એ જ સ્વયંભુ બહાર નીકળવાનું બંધ કર્યું હતું. આવશ્યક સેવાઓ મેડિકલ સ્ટોર, શાકભાજી,તથા અનાજ કરીયાણા તથા પેટ્રોલ પંપ ચાલુ રહ્યા હતા. જિલ્લાની બોર્ડની સીલ કરી દેવાઈ હતી. જિલ્લા બહારથી આવતા વાહનોને રોકવામાં આવ્યા હતા.
નાંદોદ તાલુકાના ધાનપોર ગામ સ્વયંભુ લોકડાઉન કરાયું.
નર્મદામાં 144ની કલમ લાગુ પડી છે અને રાજપીપળાવાસીઓએ અને વેપારીઓએ સ્વયંભુ બંધ કરાયું છે, ત્યારે નાંદોદ તાલુકાના નાનકડા ધાનપોર ગામના લોકોએ જાગૃતતા લાવી ધાનપોર ગામના ગેટ બંધ કરી સ્વયંભૂ લોકડાઉન કરી દીધું હતું. અને પોતાના ગામમાં બહારગામથી કોઈપણ વ્યક્તિને પ્રવેશ પર પ્રતિબંધ મૂકી કોરોના અંગે સાવધાની રાખવાનો ગ્રામજનોએ નિર્ણય લીધો હતો.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )