કોરોનાના કહેર….. સરકારનો મોટો નિર્ણય, ધો 1-9 અને 11ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કાળમુખા કોરોનાના કહેરના કારણે ગુજરાતમાં શટડાઉનની પરિસ્થિતિ છે. અને આગામી સમયમાં હજુ પણ પરિસ્થિતિ વિકરાળ બને તેવી આંશકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આગામી સમયમાં પણ ક્લોઝડાઉન વધારી શકવામાં આવી શકે છે. એટલે કે શાળામાં ભણતાં વિદ્યાર્થીઓનાં અભ્યાસને જરૂર અસર પહોંચશે. જેને લઈ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લઈ શકે છે. હવે ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવી શકે છે.

ગુજરાતની રૂપાણી સરકારે કોરોના વાયરસને પગલે શિક્ષણ જગત માટે મહત્વપુર્ણ નિર્ણય લઈ શકે છે. હવે શિક્ષકોને પણ સ્કૂલે જવાની જરૂર નહીં રહે તેવો નિર્ણય સરકાર લઈ શકે છે. સરકારે શિક્ષકોને શાળાએ જવામાંથી છૂટ પણ આપી શકે છે. સાથે જ વિદ્યાર્થીઓના ભણતરને લઈને પણ સરકારે ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવી શકે છે તેવો નિર્ણય સરકારે કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા 30 થઈ ગઈ છે. જેમાં અમદાવાદમાં 13 કેસ, સુરતમાં પાંચ પોઝિટિવ કેસમાંથી એક વૃદ્ધનું મોત થયું છે. વડોદરામાં 6 અને ગાંધીનગરમાં 4 કેસ નોંધાયા છે. જ્યારે કચ્છ અને રાજકોટમાં એક-એક કેસ પોઝિટિવ કેસ નોંધાયો છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થવા છતાં લોકો પર લોકડાઉનની અસર જોવા મળી ન હતી.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )