રાજપીપળા હરસિદ્ધિ માતા મંદિર 31 માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરાયુ.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  


માતાજી પ્રત્યે ભક્તોની અનોખી શ્રદ્ધા.
કોરોના વાયરસના સંક્રમણની થી બચવા રાજવી પરિવારની કુળદેવી રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિરના કપાટ 31 મી માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.આ અંગે દરવાજાની બહાર બોર્ડ માડી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ટ્રસ્ટીઓના જણાવ્યા અનુસાર હરસિધ્ધિ માતા પ્રત્યે લાખો ભક્તોની એવી શ્રદ્ધા છે દૂરદૂરથી ભક્તો દર્શન કરવા અને પોતાની બાધા આખડી પૂરી કરવા આવે છે. આમ રાજપીપળા હરસિધ્ધિ માતા મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે ત્યારે ભક્તો ની ભીડ માં રોગનો ચેપ ભક્તોને ન લાગે તે હેતુથી હરસિધ્ધિ માતા મંદિર 31 તારીખ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.
રિપોર્ટ : જગતાપ, રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )